વર્લ્ડ કપમાં પરિણામો

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

 ઓવલ : ઓવલના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થનાર છે. આ મેચ ખુબ જ રોમાંચક બની શકે છે. વર્લ્ડ કપની હજુ સુધીની સૌથી રોચક મેચ પૈકીની એક મેચ તરીકે આ રહી શકે છે. પાંચમી જુનના દિવસે પોતાની પ્રથમ મેચમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની સામે જીત મેળવીને શાનદાર શરૂઆત કર્યા બાદ આવતીકાલે તેની ટક્કર ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની બંને મેચો જીતી છે. જે પૈકી ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ મેચમાં પહેલી જુનના દિવસે બ્રિસ્ટોલ ખાતે અફઘાનિસ્તાન પર જીત મેળવી હતી. વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાની જીતની ટકાવારી  આશરે ૭૪.૬૯ અને ભારતની જીતની ટકાવારી ૬૩.૬૯ની રહી છે. વર્લ્ડ કપમાં તેમની વચ્ચે રમાયેલી મેચોના પરિણામ નીચે મુજબ છે.

૧૯૮૩ ( ટેન્ટબ્રીજ)

  • ૧૩મી જુન ૧૯૮૩માં તેમની વચ્ચે વર્લ્ડ કપમાં મેચ રમાઇ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૬૦ ઓવરમાં નવ વિકેટે ૩૨૦ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ ૩૭.૫ ઓવરમાં ૧૫૮ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આની સાથે ઓસ્ટ્રેલિયાની ૧૬૨ રને જીત થઇ હતી.

૧૯૮૩ (ચેમ્સફોર્ડ)

  • ૨૦મી જુન ૧૯૮૩માં ચેમ્સફોર્ડ ખાતે રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર ૧૧૮ રને જીત મેળવી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા ૫૫.૫ ઓવરમાં ૨૪૭ રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા ૩૮.૨ ઓવરમાં ૧૨૯ રન કરી શક્યું હતુ. જેથી તેની હાર થઇ હતી.

૧૯૮૭ (ચેન્નાઇ)

  • નવમી ઓક્ટોબર વર્ષ ૧૯૮૭માં ઓસ્ટ્રેલિયાએ ભારત પર એક રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે ૨૭૦ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ ૪૯.૫ ઓવરમાં ૨૬૯ રને આઉટ થઇ ગઇ હતી. જેથી તેની એક રને હાર થઇ હતી.

૧૯૮૭(દિલ્હી)

  • ૨૨મી ઓક્ટોબર ૧૯૮૭માં માં વર્લ્ડ કની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા પર ૫૬ રને જીત મેળવી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા છ વિકેટે ૨૮૯ રન કર્યા હતા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા ૪૯ ઓવરમાં ૨૩૩ રન કરી શક્યું હતુ. તેની ૫૬ રને હાર થઇ હતી.

બ્રિસ્બેન ( ૧૯૯૨)

  • પહેલી માર્ચ ૧૯૯૨માં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા નવ વિકેટે ૨૩૭ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ ૨૩૪ રન કરી શકી હતી. તેની એક રને હાર થઇ હતી.

મુંબઇ(૧૯૯૬)

  • ૨૭મી ફેબ્રુઆરી ૧૯૯૬માં મુંબઇ ખાતે ઓસ્ટ્રેલિયાએ ભારતને ૧૬ રને હાર આપી હતી. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૫૦ ઓવરમાં ૨૫૮ રન કરી શકી હતી. જેના જવાબમાં ભારતીય ટીમ ૪૮ ઓવરમાં ૨૪૨ રન કરીને આઉટ થઇ હતી. જેથી તેની હાર થઇ હતી.

ઓવલ ( ૧૯૯૯)

  • ચોથી જુન ૧૯૯૯માં ઓવલના મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ભારત પર ૭૭ રને જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ છ વિકેટે ૨૮૨ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ ૪૮.૨ ઓવરમાં ૨૦૫ રન કરી શકી હતી.

સેન્ચુરિયન (૨૦૦૩)

  • ૧૫મી ફેબ્રુઆરી ૨૦૦૩માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે ૪૧.૪ ઓવરમાં ૧૨૫ રન કરી શકી હતી. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૨૨.૨ ઓવરમાં એક વિકેટ ગુમાવીને ૧૨૮ રન કરીને મેચ જીતી લીધી હતી. આ મેચ ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે જીતી હતી.

જાહાનીસબર્ગ (૨૦૦૩)

  • ૨૩મી માર્ચ ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ ગુમાવીને ૩૫૯ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ ૩૯.૨ ઓવરમાં ૨૩૪ રન કરીને આઉટ થઇ જતા તેની ૧૨૫ રને હાર થઇ હતી.

અમદાવાદ (૨૦૧૧)

  • ૨૪મી માર્ચ ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં છ વિકેટે ૨૬૦ રન કર્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમને ૪૭.૪ ઓવરમાં ૨૬૧ રન પાંચ વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા અને આ મેચ પાંચ વિકેટે જીતી લીધી હતી.

સિડની (૨૦૧૫)

  • ૨૬મી માર્ચ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયાએ સિડની ખાતે રમાયેલી મેચમાં ભારત પર ૯૫ રને મોટી જીત મેળવી લીધી હતી.
Share This Article