લંડન :ક્રિકેટના મહાકુંભ આઇસીસી વર્લ્ડ કપની વિરાટ શરૂઆત થઇ ગઇ છે. ૨૭ વર્ષના લાંબા ગાળા બાદ આ વખતે વર્લ્ડ કપમાં દરેક ટીમ એકબીજાની સામે ટકરાનાર છે. આ વખતે અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ પાંચમી જુનના દિવસે દક્ષિણ આફ્રિકીની સામે રમનાર છે. આ વર્લ્ડ કપની અનેક વિશેષતા રહેલી છે. આ વખતે વર્લ્ડ કપમાં ૧૦ ટીમો દાવેદાર હતી. જ્યારે છેલ્લા વર્લ્ડ કપમાં ૧૪ ટીમો હતી. વર્લ્ડ કપ રોમાંચની સાથે સાથે નીચે મુજબ છે
- ૨૭ વર્ષના લાંબા ગાળા બાદ દરેક ટીમ એક બીજા સામે રમનાર છે
- આ ટુર્નામેન્ટમાં આ વખતે છેલ્લી વખતની ૧૪ ટીમોની સામે ૧૦ ટીમો છે
- લીગ મેચ નોકઆઉટ રહેશે નહીં જેથી તમામ ટીમો એકબીજાની સામે રમશે
- ભારતીય ટીમ તેની પ્રથમ મેચ પાંચમી જુનના દિવસે આફ્રિકાની સામે રમશે
- શરૂઆતમાં કુલ ૪૮ મેચો રમાશે
- ૨૦૧૯ના વર્લ્ડ કપ પહેલા વર્ષ ૧૯૯૨માં આ ફોર્મેટમાં વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ
- ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડને દાવેદાર ગણી શકાય
- મેચ ટાઇ રહેશે તો આ વખતે સુપર ઓવર મારફતે નિર્ણય કરવામાં આવશે
- વર્લ્ડ કપની મેચો ૧૧ મેદાન પર રમાનાર છે
- ઇંગ્લેન્ડમાં ૪૮ મેચો ૪૬ દિવસ સુધી ચાલનાર છે
- ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ
- યજમાન ઇગ્લેન્ડની ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરવા માટે તૈયાર
- ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે
- વર્ષ ૨૦૧૧માં છેલ્લે ભારતે વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી
- છેલ્લા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હાર આપી હતી
- છેલ્લા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે મેન ઓફ ધ સિરિઝ બનવામાં સફળતા મેળવી લીધી હતી.સ્ટાર્કે કુલ ૨૨ વિકેટો ઝડપી હતી
- સ્ટાર્કના શાનદાર દેખાવના કારણે ઓસ્ટ્રેલિયા રેકોર્ડ પાંચમી વખત વર્લ્ડ કપ જીતી ગયુ હતુ
- આ વખતે વર્લ્ડ કપમાં દરેક ટીમ અન્ય ટીમ સામે રમનાર છે
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પણ રમાનાર છે
- ૧૪મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે
- ફાઇનલ મેચ ૧૪મી જુલાઇના દિવસે લોર્ડસમાં રમાનાર છે જેની તમામ ટિકિટ વેચાઇ ચુકી છે
- વર્લ્ડ કપમાં કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયાથી વધારે છે
- વર્ડ કપને લઇને તમામ તૈયારી તમામ મેદાન ખાતે કરવામાં આવી
- સુરક્ષાને લઇને પણ તમામ પગલા લેવામા ંઆવી ચુક્યા છે
- ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારની મેચની ટિકિટો વેચાઇ ચુકી છે
- વર્લ્ડકપની મેચો જુદા જુદા મેદાન ખાતે ઇંગ્લેન્ડમાં રમાનાર છે