નવીદિલ્હી : મહાન ખેલાડી સચિન તેંડુલકરે આજે કહ્યું હતું કે, આગામી વિશ્વકપમાં પાકિસ્તાનની સામે નહીં રમીને તેને બે પોઇન્ટ આપી શકાય નહીં. કારણ કે, આના લીધે ક્રિકેટ મહાકુંભમાં ભારતના નક્કર હરીફ પાકિસ્તાનને સીધો ફાયદો થશે. સચિન તેંડુલકરે સુનિલ ગાવસ્કરના વિચારોને રજૂ કરતા કહ્યું છે કે, ભારત વિશ્વકપમાં ૧૬મી જૂનના દિવસે યોજાનારી મેચમાં રમવાના બદલે ખસી જાય તે જરૂરી છે. પુલવામા હુમલા બાદ ભારત આ મેચમાંથી ખસી જાય તેવી માંગ ઉઠી રહી છે. સચિનનું કહેવું છે કે, ભારત વિશ્વકપમાં હંમેશા પાકિસ્તાન સામે શાનદાર દેખાવ કરી શક્યું છે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more