ભુવનેશ્વર : વિશ્વકપ હોકીની રંગારંગ શરૂઆત થયાના એક દિવસ બાદ પણ હોકીને લઇને ભારતમાં જોરદાર ફિવર ફરી વળ્યું છે. તમામ કેપ્ટનોની ઉપસ્થિતિમાં આની જોરદાર શરૂઆત થઇ હતી. હોકી વિશ્વકપના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ૧૦૦૦થી પણ વધુ કલાકારોએ તેમની કલાનું પ્રદર્શન કર્યું હતું. માધુરી દિક્ષીત, શાહરુખ ખાન અને અન્ય કલાકારોએ જોરદાર ટેમ્પો જમાવ્યો હતો. ઉદ્ઘાટન થયા બાદ હવે રોમાંચક મેચોનો દોર શરૂ થયો છે. ૧૬મી ડિસેમ્બર સુધી હવે હોકીની મેચો રમાનાર છે. ભારતની પ્રારંભિક મેચ દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી.
આ મેચને લઇને પણ રોમાંચકતા જોવા મળી હતી. હવે ગ્રુપ એમાં આર્જેન્ટીના અને સ્પેન વચ્ચે ટક્કર થશે જ્યારે આવતીકાલે ગ્રુપ એમાં જ ન્યુઝીલેન્ડ અને ફ્રાંસ વચ્ચે પણ જંગ ખેલાશે. આર્જેન્ટીના અને સ્પેન વચ્ચેની મેચનું પ્રસારણ સાંજે પાંચ વાગ્યાથી કરવામાં આવશે જ્યારે ન્યુઝીલેન્ડ અને ફ્રાંસ વચ્ચેની મેચનું પ્રસારણ સાંજે સાત વાગ્યાથી કરવામાં આવશે. ભારતની ટીમ ગ્રુપ સીમાં છે. ભારતની સાથે બેÂલ્જયમ, કેનેડા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો છે. ઘરઆંગણે ભારતીય ટીમને વિશ્વકપ જીતવાની સુવર્ણ તક રહેલી છે. ભારતના ભૂતપૂર્વ મહાન ખેલાડી ધનરાજ પિલ્લઈનું કહેવું છે કે, ભારતીય ટીમની પાસે આશા રહેલી છે. ધનરાજ પિલ્લઇએ ભારત તરફથી ૩૩૯ મેચો રમી હતી અને ૧૭૦ ગોલ ફટકાર્યા હતા.
પિલ્લઈનું કહેવું છે કે, જો ભારતીય ટીમ વિશ્વકપ જીતવા માંગે છે તો ટીમને એક નવી ઉંચાઈ ઉપર લઇ જવું પડશે. વિશ્વકપ હોકીનું આયોજન થયા બાદ ભારતીય ટીમ આ વખતે ખુબ આશાવાદી દેખાઈ રહી છે. અજીતપાલસિંહના નેતૃત્વમાં પ્રથમ વિશ્વકપ વિજેતા ટીમનું સન્માન પણ ગઇકાલે કરવામાં આવ્યું હતું. છેલ્લા ૪૩ વર્ષથી ભારતીય ટીમે વિશ્વકપ હોકીમાં પોતાનું પ્રભુત્વ જમાવ્યું નથી તે પહેલા ભારતને હોકીના સમ્રાટ તરીકે ગણવામાં આવતું હતું. આ વખતે ભારતીય ટીમને ખુબ સારી તક રહેલી છે. ભારતીય ટીમના વાઇસ કેપ્ટન ચિંગલેનસાનાનું કહેવું છે કે, ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ છે. ભારતીય ટીમ દરેક ગ્રુપમાં પોતાની હરીફ ટીમ કરતા આગળ રહીને નવા તબક્કામાં પહોંચે તેવી અપેક્ષા દેખાઈ રહી છે. વિશ્વકપમાં ૧૬ ટીમો ભાગ લઇ રહી છે. ઓરિસ્સાના કલિંગા સ્ટેડિયમમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયું હતું જેમાં શાહરુખ ખાન પણ ઉપÂસ્થત રહ્યો હતો.