સિડની : ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ માટે પોતાની ટીમની આજે જાહેરાત કરી હતી. ૩૦મી મેના દિવસે ઇંગ્લેન્ડમાં શરૂ થઇ રહેલા ક્રિકેટના સૌથી મોટા ટુર્નામેન્ટમાં ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથની વાપસી થઇ રહી છ. બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ એક વર્ષથી પ્રતિબંધનો સામનો કરી રહેલા આ બંને ખેલાડીઓની વાપસી થઇ રહી છે. હાલમાં આ બંને ખેલાડી આઇપીએલમાં રમી રહ્યા છે. દિગ્ગજ ખેલાડી વોર્નર અને સ્મિથની વાપસી થતા ઓસ્ટ્રેલિયાની ટીમ મજબુત બની છે. જોશ હેઝલવુડ અને પીટર હેડ્સકોમ્બની બાદબાકી કરવામાં આવી છે. ટીમના મુખ્ય બોલર મિચેલ સ્ટાર્કનો ટીમમાં ફરી સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટાર્ક ઇજાના કારણે હાલમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. વર્ષ ૨૦૧૫માં વર્લ્ડ કપ વિજેતા બનેલી ઓસ્ટ્રેલિયાની ટીમનો દેખાવ છેલ્લા કેટલાક સમયથી અપેક્ષા મુજબનો રહ્યો નથી.
જો કે હવે ત્રણ મુખ્ય ખેલાડીઓની વાપસી થઇ રહી છે. જેથી ટીમને મજબુતી ચોક્કસપણે મવનાર છે. ઓસ્ટ્રેલિયન ટીમ સંઘર્ષ કરીને મેચ જીતી જનાર ટીમ તરીકે ગણવામાં આવે છે. ક્રિકેટના ઇતિહાસની સૌથી સફળ ટીમ તરીકે ઓસ્ટ્રેલિયાની ટીમ છે. પાંચ વત આ ટીમ વર્લ્ડ કપ વિજેતા બની ચુકી છે. તે હમેશા પ્રબળ દાવેદાર તરીકે ગણવામાં આવે છે. વર્ષ ૧૯૯૯, ૨૦૦૩ અને ૨૦૦૭માં તે સતત ચેમ્પિયન બની હતી. વર્ષ ૨૦૧૧માં તે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઇ હતી. જો કે વર્ષ ૨૦૧૫માં ફરી વિજેતા રહી હતી. તે પહેલા ૧૯૮૭માં પણ વર્લ્ડ કપ જીતી ચુકી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ નીચે મુજબ છે.
એરોન ફિન્ચ (કેપ્ટન), બેહરનડોફ, એલેક્સ કેરી, નાથન કોલ્ટર નીલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લોયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, રિચર્ડસન, સ્ટીવ સ્મીથ, મિચેલ સ્ટાર્ક, સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર અને ઝમ્મા