નોટિગ્હામ : નોટિગ્હામના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર ન્યુઝીલેન્ડ સામે થનાર છે. જો વરસાદ વિલન નહીં બને તો ચાહકોને એક રોમાંચક મેચ જાવા મળી શકે છે. કારણ કે વર્તમાન વર્લ્ડ કપમાં બંને ટીમોએ પોત પોતાની તમામ મેચો જીતી છે. ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ભારતે પોતાની મેચો જીતીને પોતાની તાકાતનો પરિચય આપી દીધો છે. નોટિગ્હામમાં રમાનારી મેચમાં ભારત તરફથી શિખર ધવન રમનાર નથી. તે ઇજાગ્રસ્ત થયો છે. જેથી તેની જગ્યાએ આવતીકાલની મેચમાં ઓપનિંગ કોણ કરશે તે મોટો પ્રશ્ન થઇ ગયો છે વર્લ્ડ કપમાં તેમની વચ્ચે રમાયેલી મેચોના પરિણામ નીચે મુજબ છે.
૧૯૭૫ ( માન્ચેસ્ટર)
- ૧૪મી જુન ૧૯૭૫ના દિવસે તેમની વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે ભારત પર ચાર વિકેટે જીત મેળવી હતી. તેમની વચ્ચે આ વર્લ્ડ કપમાં પ્રથમ મેચ હતી. ન્યુઝીલેન્ડે તમામ ક્ષેત્રોમાં ભારત કરતા સારો દેખાવ કર્યો હતો
૧૯૭૯(લીડ્સ)
- ૧૩મી જુન ૧૯૭૯ના દિવસે તેમની વચ્ચે વર્લ્ડ કપમાં લીડ્સ, ખાતે મેચ રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે એક તરફી રીતે આઠ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ખેલાડીઓ બોલિંગ અને બેટિંગમાં ફ્લોપ રહ્યા હતા
૧૯૮૭ (બેંગલોર)
- વર્ષ ૧૯૮૭ના વર્લ્ડ કપમાં બેંગલોર ખાતે ભારતે ન્યુઝીલેન્ડ પર ૧૬ રને જીત મેળવી હતી. આ મેચ ૧૪મી ઓક્ટોબરના દિવસે રમાઇ હતી.મેચમાં ભારતીય ખેલાડીઓએ દરેક ક્ષેત્રમાં સારો દેખાવ કર્યો હતો
૧૯૮૭(નાગપુર)
- ૩૧મી ઓક્ટોબર ૧૯૮૭ના દિવસે તેમની વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ભારતે નવ વિકેટે જીત મેળવી હતી. ભારતીય બેટ્સમેનો છવાયેલા રહ્યા હતા. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ સતત બીજી જીત હતી.
ડ્યુનેડિન ( ૧૯૯૨)
- ૧૨મી માર્ચ ૧૯૯૨ના દિવસે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે ભારત પર ચાર વિકેટે જીત મેળવી હતી. ન્યુઝીલેન્ડે તમામ ક્ષેત્રોમાં ભારત કરતા શાનદાર દેખાવ કર્યો હતો
નોટિગ્હામ ૧૯૯૯)
- નોટિગ્હામમાં ૧૨મી જુન ૧૯૯૯ના દિવસે તેમની વચ્ચે મેચ રમાઇ હતી. જેમાં ન્યુઝીલેન્ડે ભારતીય ટીમ પર પાંચ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે જારદાર દેખાવ કર્યો હોવા છતાં ભારતીય ટીમ હારી ગઇ હતી. નોટિગ્હામમાં મેચ રોમાંચક બની હતી
સેન્ચુરિયન ( ૨૦૦૩)
- ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપમાં છેલ્લી મેચ વર્ષ ૨૦૦૩ના વર્લ્ડ કપમાં રમાઇ હતી. આ મેચમાં ભારતીય ટીમ વિજેતા બની હતી. ભારતે સાત વિકેટે જીત મેળવી હતી. ત્યારબાદથી ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપમાં આમને સામને આવી નથી. એટલે કે લાંબા ગાળા બાદ બંને ટીમો સામ સામે આવની રહી છે.