અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન તૂટ્યો વર્લ્ડ કપનો રેકોર્ડ, જાણો કઈ રીતે?

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ : વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરી, 2025 દરમિયાન યોજાયો હતો. બે દિવસીય આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે 1.3 લાખ લોકોએ ટિકીટ ખરીદી હતી અને આ ભવ્ય સમારોહમાં સામેલ થવા માટે અંદાજે 2.5 લાખ જેટલા લોકો શહેરમાં પહોંચ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આયોજકો સાથે ખડેપગે રહીને પૂરતો સહયોગ આપ્યો હતો. રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ, અમદાવાદ કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓ માટે ચુસ્ત આયોજન કર્યું હતું. 1.3 લાખ લોકોએ એકસાથે આ કોન્સર્ટને માણ્યો તે સંખ્યાની દૃષ્ટિએ અત્યારસુધી ભારતનો સૌથી મોટો કોલ્ડપ્લે શૉ બન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘ઉત્કર્ષ ઓડિશા- મેક ઇન ઓડિશા કૉન્ક્‌લેવ 2025’ કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં ભારતમાં કોલ્ડપ્લે કોન્સર્ટની સફળતા અને દેશમાં કોન્સર્ટ ઇકોનોમીની વ્યાપક તકો અંગે જણાવ્યું હતું. તેમણે રાજ્યો અને ખાનગી ક્ષેત્રોને આ બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “તમે મુંબઇ અને અમદાવાદમાં થયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની શાનદાર તસવીરો જોઇ હશે. આ એ વાતનું પ્રમાણ છે કે લાઇવ કોન્સર્ટ માટે ભારતમાં કેટલો સ્કૉપ છે. વિશ્વના દિગ્ગજ કલાકારો ભારત તરફ આકર્ષિત થઇ રહ્યાં છે. કોન્સર્ટ ઇકોનોમીથી પ્રવાસન પણ વધે છે અને બહોળી સંખ્યામાં નોકરીઓ પણ પેદા થાય છે. હું રાજ્યો અને ખાનગી ક્ષેત્રોને આગ્રહ કરું છું કે કોન્સર્ટ ઇકોનોમી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્કિલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે.”

વૈશ્વિક કાર્યક્રમોના સફળ આયોજક તરીકે રાજ્યની પ્રતિષ્ઠા મજબૂત બનીઃ મુખ્યમંત્રી

આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોના સફળ આયોજન અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે,“વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ ગુજરાતે વર્ષ 2023માં જી-20 સમિટ અને ક્રિકેટ વિશ્વકપ જેવા કાર્યક્રમોની સફળતાપૂર્વક યજમાની કરી છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે રાજ્યમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની સફળતા રાજ્યની વૈશ્વિક કાર્યક્રમોના સફળ આયોજક તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.”

બે દિવસમાં મેટ્રોમાં 4 લાખથી વધુ લોકોની મુસાફરી, વર્લ્ડકપનો રેકોર્ડ તૂટ્યો
કોલ્ડપ્લે કોન્સર્ડ દરમિયાન ગુજરાત સરકારે 3 દિવસમાં વધુને વધુ લોકોને બસ, ટ્રેઈન અને મેટ્રો સેવાનો લાભ મળે તે સુનિશ્ચિત કર્યું હતું. કોન્સર્ટના

Share This Article