અમદાવાદ : આઈસીસી વર્લ્ડકપની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે અતિ મહત્વની મેચ રમાઈ હતી. આ મેચના લીધે આજે સુપર સન્ડેની મજા લોકોએ માણી હતી. એકબાજુ રવિવાર હોવાથી મોટાભાગે રજાનો માહોલ હતો. બીજી બાજુ મેચ હોવાના કારણે પણ રોમાંચ વધી ગયો હતો જેથી રવિવારનો દિવસ સુપર સન્ડે બની ગયો હતો. બપોરના ગાળાથી જ અમદાવાદ સહિતના રાજ્યભરમાં ક્રિકેટ ચાહકો સમયસર ટીવી ઉપર ગોઠવાઈ ગયા હતા અને મેચની રોમાંચકતા માણી હતી.
ભારતીય ચાહકો મુજબ જ ભારતીય બેટ્સમેનોએ છગ્ગા ચોગ્ગાની રમઝટ બોલાવી હતી અને જંગી જુમલો ખડકી દીધો હતો. આ મેચમાં ભારત તરફથી તમામ બેટ્સમેનો આક્રમક બેટિંગ કરીને સ્કોરને ૩૫૦થી પણ ઉપર લઇ ગયા હતા. શિખર ધવને શાનદાર સદી ફટકારી હતી જ્યારે વિરાટ કોહલીએ ૮૨ રન કરીને આઉટ થયો હતો. પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ અતિ ઝડપથી બેટિંગ કરીને ૧૪ બોલમાં ૨૭ રન ફટકાર્યા હતા જેમાં એક છગ્ગાનો પણ સમાવેશ થાય છે.
રોહિત શર્મા પણ અડધી સદીને આઉટ થયો હતો. સ્ટાર્ક સહિતના ઓસ્ટ્રેલિયન બોલરોને મેદાનની ચારેબાજુ ફટકારવામાં આવ્યા હતા જે ચાહકો ટીવી પર મેચ જાઈ શક્યા ન હતા અને કોઇ કારણસર જરૂરી કામથી બહાર નિકળ્યા હતા તે લોકો પણ જ્યાં તક મળે ત્યાં સ્કોર જાણવા માટે ઉત્સુક દેખાયા હતા. નાની દુકાનો અને ગલ્લાઓ ઉપર મેચને લઇને ટીવી ગોઠવાડાયા હતા. બીજી બાજુ અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં સ્થિત શોપિંગ સેન્ટરની બહાર મોટી સ્ક્રીન મુકવામાં આવી હતી જ્યાં વર્લ્ડકપની મેચ જાતા જાતા ખાવાપીવાની ચીજવસ્તુઓની મજા પણ ચાહકોએ માણી હતી. આજની મેચ રોચક બની હતી.