સાઉથમ્પટન : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આઇસીસી વર્લ્ડ કપની અતિ રોમાંચક મેચ આવતીકાલે સાઉથમ્પટન ખાતે રમાનાર છે. આ મેચને લઇને કરોડો ચાહકો ઉત્સુક દેખાઇ રહ્યા છે. વર્લ્ડ કપ ૨૦૧૯ની શરૂઆત થયા બાદથી ભારતીય ટીમે હજુ સુધી કોઇ મેચ તેની રમી નથી. આવતીકાલે આફ્રિકા સામે પોતાની પ્રથમ મેચ રમીને ભારતીય ટીમ વિજયી શરૂઆત કરવા માટે તૈયાર છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ જારદાર તૈયારી અને પ્રેકટીસમાં લાગેલા હતા. હવે આવતીકાલે શરૂઆત કરશે. સાઉથમ્પટન ખાતે રમાનારી મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ સંપૂર્ણ તાકાત સાથે હોટફેવરીટ ટીમ તરીકે મેદાનમાં ઉતરશે.
ભારતીય ટીમના તમામ ખેલાડીઓ આઇપીએલમાં જારદાર દેખાવ કરીને અહીં પહોંચ્યા છે. જેમાં રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પડ્યા અને જશપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. બીજી બાજુ આફ્રિકાનો દેખાવ વર્તમાન વર્લ્ડ કપમાં એકદમ કંગાળ રહ્યો છે. કારણ કે તેની શરૂઆતની બંને મેચોમાં હાર થઇ છે. ઓવલ ખાતે ૩૦મી મેના દિવસે રમાયેલી પ્રથમ મેચમાં તેની ઇંગ્લેન્ડની સામે હાર થઇ હતી. જ્યારે બીજી જુનના દિવસે ઓવલ ખાતે બાંગ્લાદેશ સામે પણ તેની હાર થઇ હતી. આફ્રિકા પર દબાણ હવે ખુબ વધી ગયુ છે. આફ્રિકા ભારત સામે ઝડપી બોલર ડેન સ્ટેઇનને તક આપનાર છે. કારણ કે લુંગીગીડી ઘાયલ થઇ ગયો છે. ઇજાના કારણે બે મેચ દુર રહ્યા બાદ તે હવે વાપસી કરનાર છે. હાસીમ અમલા પણ સંપૂર્ણ ફિટ થઇ જાય તેવી શક્યતા છે. પાંચંમી જુનના દિવસે આવતીકાલે રમાનારી મેચને લઇને તમામ ચાહકો ભારે રોમાંચિત થયેલા છે.
અત્રે નોંધનીય છે કે ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે.
એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. હજુ સુધી વર્લ્ડ કપમાં રમાયેલી મેચ પર નજર કરવામાં આવે તો કેટલાક અપસેટ પણ શરૂઆતમાં જ સર્જાયા છે. જેમાં બાગ્લાદેશે દક્ષિણ આફ્રિકા સામે જારદાર જીત મેળવી છે. જ્યારે પ્રથમ મેચમાં વિન્ડીઝે પાકિસ્તાનને કચડી નાંખીને જીત મેળવી હતી. આવી જ રીતે વર્લ્ડ કપની ગઇકાલે રમાયેલી મેચમાં પાકિસ્તાને યજમાન ઇંગ્લેન્ડ પર જીત મેળવી હતી. ભારતીય મેનેજમેન્ટ તરફથી હજુ સુધી અંતિમ ઇલેવનની પસંદગી કરી શકી નથી. બંને ટીમો નીચે મુજબ છે.
આફ્રિકા : ડુ પ્લેસીસ (કેપ્ટન), હાસીમ અમલા, ડીકોક, વાનડેર, ડ્યુમિની, માર્કરામ, ડેવિડ મિલર, લુંગીગીડી, ક્રિસ મોરિસ, ફેલુકવાયો, પ્રિટોરિયસ, રબાડા, શામ્સી, ડેલ સ્ટેઇન, ઇમરાન તાહીર
ભારત : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, વિજય શંકર, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જશપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુદદીપ યાદવ