માન્ચેસ્ટર : વર્લ્ડ કપ ૨૦૧૯માં રોમાંચક મેચોના દોર વચ્ચે ગઇકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે અતિ રોમાંચક મેચ રમાઇ હતી. જેમાં ભારતે ફરી એકવાર પ્રભુત્વ જમાવીને મેચ જીતી લીધી હતી. આની સાથે જ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન પર ૭-૦ની લીડ મેળવી લીધી હતી.માન્ચેસ્ટર ખાતે રમાયેલી મેચમાં પણ પાકિસ્તાનની હાર થઇ હતી. આની સાથે જ ક્રિકેટ વર્લ્ડકપના ઇતિહાસમાં ભારતે પાકિસ્તાન ઉપર તેનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. વર્લ્ડકપમાં ભારતીય ટીમ હંમેશા વિજેતા રહી છે.
આજની મેચ અગાઉ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી મેચ ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ના દિવસે રમાઇ હતી. જેમાં ભારતે ૭૬ રને જીત મેળવી હતી. ગઇકાલે તેની જોરદાર અને મોટી જીત થઇ હતી. ગઇકાલની મેચમાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માની ચાવીરૂપ ભૂમિકા રહી હતી. રોહિત શર્માએ જોરદાર ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવી હતી. રોહિત શર્માએ ભવ્ય સદી કરી હતી. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ પણ જોરદાર કેપ્ટન ઇનિગ્સ રમી હતી. વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતીય ટીમ સામે પાકિસ્તાન ક્યારેય જીત્યુ નથી. આ સિલસિલો ગઇકાલે પણ જારી રહ્યો હતો.
વર્લ્ડકપ ક્રિકેટ
- ચોથી માર્ચ ૧૯૯૨ : સિડનીમાં પાકિસ્તાન પર ભારતની ૪૩ રને જીત
- ૯મી માર્ચ ૧૯૯૬ : બેંગ્લોરમાં ચિન્નાસ્વામી ખાતે પાકિસ્તાન પર ભારતની ૩૯ રને જીત
- ૮મી જૂન ૧૯૯૯ : ઓલ્ડટ્રેફર્ડ ખાતે પાકિસ્તાન પર ભારતની ૪૭ રને જીત
- પહેલી માર્ચ ૨૦૦૩ : સેન્ચ્યુરિયનમાં પાકિસ્તાન પર ભારતની છ વિકેટે જીત
- ૩૦મી માર્ચ ૨૦૧૧ : મોહાલીમાં પાકિસ્તાન પર ભારતની ૨૯ રને જીત
- ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ : એડિલેડમાં પાકિસ્તાન પર ભારતે૭૬ રને જીત મેળવી હતી
- ૧૬મી જુન ૨૦૧૯ : માન્ચેસ્ટર ખાતે ભારતે પાકિસ્તાન પર ડર્કવર્થ લુઇસ પદ્ધિતના આધાર પર ૮૯ રને જીત મેળવી લીધી