ટેન્ટબ્રિજ : ટ્રેન્ટબ્રિજના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની મેચમાં ભારતની ટક્કર યજમાન ઇંગ્લેન્ડ સામે થઇ શકે છે. વર્લ્ડ કપની હજુ સુધીની સૌથી રોચક મેચ પૈકીની એક મેચ તરીકે આ રહી શકે છે. ઇંગ્લેન્ડની સામે મોટો પડકાર ભારત સામે મેચ જીતનો રહેલો છે. ઇંગ્લેન્ડને સેમીફાઇનલમાં પહોંચી જવા માટે આશા જીવંત રાખવા આવતીકાલની મેચ કોઇ પણ કિંમતે જીતવી જ પડશે. રોમાંચની સાથે સાથે નીચે મુજબ છે
- ભારત અને ઇંગ્લેન્ડ વનડે મેચને લઇને ભારે રોમાંચની સ્થિતી રહેલી છે
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ કપ મેચોની વાત કરવામાં આવે તો બંને ટીમો વચ્ચે હજુ સુધી સાત મેચો રમાઇ છે જે પૈકી બંને ટીમોએ ત્રણ ત્રણ મેચો જીતી છે
- યજમાન ઇંગ્લેન્ડની સામે હવે વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં પહોંચી જવા માટેની આશા જીવંત રાખવા માટે ભારત સામેની મેચ જીતવી પડશે
- ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે છેલ્લે મેચ વર્લ્ડ કપમાં વર્ષ ૨૦૧૧માં રમાઇ હતી જેમાં મેચ ટાઇમાં રહી હતી. આ મેચ બેંગલોરમાં રમાઇ હતી
- મેચમાં વરસાદ થઇ શકે છે જેથી જો વરસાદ નહીં પડે તો મેચ રોમાંચક રહી શકે છે
- રોહિત શર્મા, કોહલી અને ધોની પર તમામની નજર રહેશે
- ભારત તરફથી વિરાટ કોહલી પર બેટિંગને લઇને મુખ્ય આધાર રહેશે તે સતત અડધી સદી ફટકારી રહ્યો છે
- બન્ને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી હોવાથી મેચ રોમાંચ જગાવશે
- વર્લ્ડ કપમાં કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયાથી વધારે છે
- ઇનામી રકમ આ વખતે ગયા વર્લ્ડ કપ જેટલી રાખવામાં આવી છે
- ઘરઆંગણે ઇંગ્લેન્ડની ટીમ પર જારદાર દેખાવ કરવા માટે દબાણ
- ઘરઆંગણે બેરશો, રૂટ, રોય અને કેપ્ટન મોર્ગન તેમજ બેન સ્ટોક્સ અને બટલર પર મુખ જવાબદારી રહેશે