ઓવલ : વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે હવે આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે.વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરવામાં પણ શાકીબ હસન પ્રથમ સ્થાને રહ્યો છે. તે હજુ સુધી તમામ હરિફ ટીમો સામે જોરદાર દેખાવ કરી રહ્યો છે. બાંગ્લાદેશના શાકીબ અલ હસને હજુ સુધી બે સદી અને બે અડધી સદી સાથે ધરખમ દેખાવ કરી ચુક્યો છે. તેના શાનદાર દેખાવના કારણે જ બાંગ્લાદેશ તમામ ટીમોને જારદાર લડત આપી રહી છે. બે મોટી ટીમો આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે બાંગ્લાદેશે જીત પણ મેળવી લીધી છે. વર્લ્ડ કપમાં સૌથી વધારે રન કરનાર અને સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી નીચે મુજબ છે.
વર્લ્ડ કપમાં સૌથી વધુ રન
- બાંગ્લાદેશના શાકીબ અલ હસને હજુ સુધી બે સદી અને બે અડધી સદી સાથે ૩૮૪ રન કર્યા છે
- ઇંગ્લેન્ડના જાઇ રૂટે બે સદી અને બે અડદી સદી સાથે ૩૬૭ રન કર્યા છે
- ઓસ્ટ્રેલિયાના એરોન ફિન્ચે એક સદી અને બે અડધી સદી સાથે ૩૪૩ રન કર્યા છે
- ભારતના રોહિત શર્માએ બે સદી અને એક અડધી સદી સાથે ૩૧૯ રન કર્યા છે
- ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરે એક સદી અને બે અડધી સદી સાથે ૨૮૧ રન કર્યા છે
વર્લ્ડ કપમાં સૌથી વધારે વિકેટ
- પાકિસ્તાનના મોહમ્મદ આમીરે પાંચ વિકેટ એક વખતની સાથે ૧૩ વિકેટ ઝડપી છે
- ઓસ્ટ્રેલિયાના માઇકલ સ્ટાર્કે પાંચ વિકેટ એક વખતની સાથે ૧૩ વિકેટ ઝડપી છે
- ઇંગ્લેન્ડના આર્ચરે હજુ સુધી ૧૨ વિકેટ ઝડપી છે
- ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સે ૧૧ વિકેટો ઝડપી છે
- ઇંગ્લેન્ડના માર્ક વુડ્સે નવ વિકેટ ઝડપી છે