લોર્ડસ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ચાહકો રાહ જાઇ રહ્યા છે તે આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતીકાલે યજમાન ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. આ મેચને લઇને યજમાન દેશમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. કારણ કે જોરદાર દેખાવ કરીને ઇંગ્લેન્ડની ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ છે. એક વખતે તેના પર વર્લ્ડ કપમાંથી આઉટ થવાનો ખતરો હતો. જો જે ઇંગ્લેન્ડ જારદાર દેખાવ કરીને વાપસી કરી હતી. સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડે શક્તિશાળી ઓસ્ટ્રેલિયા પર મજબુત જીત મેળવી હતી. પ્રથમ સેમીફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડે ભારત પર જીત મેળવીને મોટો અપસેટ સર્જયો હતો. ન્યુઝીલેન્ડની ટીમ અંડરડોંગ તરીકે મેદાનમાં ઉતરી હતી અને ભારત સામે લો સ્કોરિંગ મેચમા પણ જીત મેળવી લીધી હતી. હવે ફાઇનલમાં ન્યુઝીલેન્ડની સામે ઇંગ્લેન્ડની ટીમ ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. બંને ટીમોની સેમીફાઇનલ સુધીની સફર નીચે મુજબ છે.
ઇંગ્લેન્ડની સેમિફાઇનલની સફર
- ૩૦મી મેના દિવસે લંડનમાં આફ્રિકા પર ૧૦૪ રને જીત
- ત્રીજી જૂનના દિવસે નોટિંગ્હામમાં પાકિસ્તાન સામે ૧૪ રને હાર
- ૮મી જૂનના દિવસે કાર્ડિફમાં બાંગ્લાદેશ સામે ૧૦૬ રને જીત
- ૧૪મી જૂનના દિવસે સાઉથમ્પટનમાં વેસ્ટઇન્ડિઝ પર ૮ વિકેટે જીત
- ૧૮મી જૂનના દિવસે માન્ચેસ્ટરમાં અફગાન પર ૧૫૦ રને જીત
- ૨૧મી જૂનના દિવસે લીડ્ઝમાં શ્રીલંકા સામે ૨૦ રને હાર
- ૨૫મી જૂનના દિવસે લંડનમાં ઓસ્ટ્રેલિયા સામે ૬૪ રને હાર
- ૩૦મી જૂનના દિવસે ભારત સામે ૩૧ રને જીત
- ત્રીજી જુલાઈના દિવસે ચેસ્ટરલે સ્ટ્રીટમાં ન્યુઝીલેન્ડ પર ૧૧૯ રને જીત
- ૧૧મી જુલાઇના દિવસે ટ્રેન્ટબ્રિજ પર સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે જીત
ન્યુઝીલેન્ડની સેમિફાઇનલની સફર
- ન્યુઝીલેન્ડે તેની પ્રથમ મેચમાં પહેલી જુનના દિવસે શ્રીલંકા પર ૧૦ વિકેટે જીત મેળવી
- ન્યુઝીલેન્ડે તેની બીજી મેચમાં પાંચમી જુનના દિવસે બાંગ્લાદેશ પર બે વિકેટે જીત મેળવી
- ન્યુઝીલેન્ડે તેની ત્રીજી મેચ આઠમીજુને અફઘાનિસ્તાન પર સાત વિકેટે જીત મેળવી
- ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચેની મેચ ૧૩મી જુનના દિવસે પડતી મુકાઇ હતી
- ન્યુઝીલેન્ડે તેની પાંચમી મેચમાં ૧૯મી જુને આફ્રિકા પર ચાર વિકેટે જીત મેળવી
- ન્યુઝીલેન્ડે તેની છઠ્ઠી મેચમાં ૨૨મી જુનના દિવસે વેસ્ટ ઇન્ડિઝ પર પાંચ વિકેટે જીત મેળવી હતી
- ન્યુઝીલેન્ડે તેની સાતમી મેચમાં ૨૬મી જુનના દિવસે પાકિસ્તાન સામે પાંચ વિકેટ હાર ખાધી
- ન્યુઝીલેન્ડે તેની આઠમી મેચમાં ૨૯મી જુનના દિવસે ઓસ્ટ્રેલિયા સામે ૮૬ રને હાર ખાધી
- ન્યુજીલેન્ડે તેની નવમી મેચમાં ત્રીજી જુલાઇના દિવસે ઇંગ્લેન્ડ સામે ૧૧૯ રને હાર ખાધી
- ન્યુજીલેન્ડે ૧૦મીજુલાઇના દિવસે ભારત પર પ્રથમ સેમીફાઇનલમાં ૧૮ રને જીત મેળવી