સાઉથમ્પટન : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આઇસીસી વર્લ્ડ કપની અતિ રોમાંચક મેચ આવતીકાલે સાઉથમ્પટન ખાતે રમાનાર છે. આ મેચને લઇને કરોડો ચાહકો ઉત્સુક દેખાઇ રહ્યા છે. વર્લ્ડ કપ ૨૦૧૯ની શરૂઆત થયા બાદથી ભારતીય ટીમે હજુ સુધી કોઇ મેચ તેની રમી નથી. આવતીકાલે આફ્રિકા સામે પોતાની પ્રથમ મેચ રમીને ભારતીય ટીમ વિજયી શરૂઆત કરવા માટે તૈયાર છે.રોમાંચકતાની સાથે સાથેનો ઘટનાક્રમ નીચે મુજબ છે.
- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ જાવા મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી વકી
- બંને દેશોના ચાહકોમાં ક્રિકેટની ભાવના સ્પષ્ટપણે નજરે પડશે
- મેદાન પર હાઉસફુલના શો વચ્ચે ભારતીય ટીમ વધુ એક વખત જારદારદેખાવ કરવા તૈયાર
- રોહિત શર્મા, શિખર ધવન, ધોની પર તમામની નજર રહેશે
- ભારત તરફથી વિરાટ કોહલી પર બેટિંગને લઇને મુખ્ય આધાર રહેશે
- બન્ને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી હોવાથી મેચ રોમાંચ જગાવશે
- આફ્રિકા પાસે ડીકોક , ડુ પ્લેસીસ , અમલા, ડેલ સ્ટેઇન અને અમલા જેવા ધરખમ ખેલાડી છે
- ભારત કરતા આફ્રિકાની પાસે વધુ સારી બોલિંગ રહી છે
- આફ્રિકા પાસે ડેલ સ્ટેઇન જેવો ખતરનાક બોલર છે જે મેચ વિનર તરીકે સાબિત થઇ શકે છે
- વિશ્વભરમાં કરોડો ચાહકો આ મેચને નિહાળવા માટે ઉત્સુક બન્યા્
- વર્ષ ૨૦૧૧માં છેલ્લે ભારતે વર્લ્ડ કપ જીતી લેવામાં સફળતા મેળવી હતી
- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કુલ ૮૭ મેચ રમાઇ છે જે પૈકી ભારતે ૩૪ અને આફ્રિકાએ ૪૫ મેચો જીતી છે
- વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે હજુ સુધી ચાર મેચો રમાઇ છે જે પૈકી આફ્રિકાએ ત્રણ અને ભારતે એક મેચ જીતી છે
- વર્લ્ડ કપમાં કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયાથી વધારે છે
- ઇનામી રકમ આ વખતે ગયા વર્લ્ડ કપ જેટલી રાખવામાં આવી છે.