લંડન : ક્રિકેટના મહાકુંભ આઇસીસી વર્લ્ડ કપની વિરાટ શરૂઆત થઇ ગઇ છે. ૨૭ વર્ષના લાંબા ગાળા બાદ આ વખતે વર્લ્ડ કપમાં દરેક ટીમ એકબીજાની સામે ટકરાનાર છે. આ વખતે અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ પાંચમી જુનના દિવસે દક્ષિણ આફ્રિકીની સામે રમનાર છે. આ વર્લ્ડ કપની અનેક વિશેષતા રહેલી છે. આ વખતે વર્લ્ડ કપમાં ૧૦ ટીમો દાવેદાર હતી. જ્યારે છેલ્લા વર્લ્ડ કપમાં ૧૪ ટીમો હતી. આ વખતે ફોર્મેટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
લીગ મેચ નોકઆઉટ રહેશે નહીં. અહીં આ વખતે તમામ ૧૦ ટીમો એકબીજાની સામે રમનાર છે. આ ગાળા દરમિયાન ૪૮ મેચો રમાનાર છે. આ પહેલા વર્, ૧૯૯૨માં આ ફોર્મેટમાં વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સામાન્ય રીતે વર્લ્ડ કપ દરમિયાન ટીમોને ગ્રુપમાં વિભાજિત કરવામાં આવે છે. આ વખતે ગ્રુપમાં ટીમો વિભાજિત કરવામાં આવી નથી.ફાઇનલ મેચ લોર્ડસના ઐતિહાસિક મેદાન ખાતે ૧૪મી જુલાઇના દિવસે રમાશે. છેલ્લે વર્લ્ડ કપનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યુ હતુ. વર્ષ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયાએ તાજ જીતી લેવામાં સફળતા મેળવી હતી. આ વખતે પણ તે ફેવરીટ ટીમ તરીકે છે. છેલ્લા વર્લ્ડ કપની ફાઇનલ મેચ બે યજમાન દેશ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે જ રમાઇ હતી.
જેમાં ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડ પર સાત વિકેટે જીત મેળવી લીધી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ સૌથી પ્રબળ દાવેદાર તરીકે દેખાઇ રહી છે. તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ટુર્નામેન્ટ માટે કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયા અથવા તો ૧૦ મિલિયન ડોલર રાખવામાં આવી છે. ટીમના દેખાવ મુજબ ઇનામી રકમ મળશે.જે પૈકી વિજેતા ટીમને ૪૦૦૦૦૦૦ અમેરિકી ડોલરની રકમ મળનાર છે. ગ્રુપ સ્ટેજ ફોર્મેટમાં આ વખતે મેચો રમાનાર છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું.વર્લ્ડકપની પ્રથમ મેચ ઓવલમાં રમાશે જ્યારે ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે.
આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી. વર્લ્ડકપમાં ૧૦ ટીમોમાં અગાઉના વર્લ્ડકપ કરતા ટીમો ઓછી રહી છે. ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી નવા રેકોર્ડ કરી શકે છે.