માન્ચેસ્ટર : વર્લ્ડ કપ ૨૦૧૯ની રોમાંચક મેચોનો દોર જારી છે. હવે વર્લ્ડ કપમાં જેની કરોડો ચાહકો રાહ જોઇ રહ્યા હતા તે હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આવતીકાલે માન્ચેસ્ટર ખાતે રમાનાર છે. મોટા ભાગના ક્રિકેટ ચાહકો માની રહ્યા છે કે આ મેચ વર્લ્ડ કપના ફાઇનલ મેચ જેવી મેચ રહેશે. પ્રતિષ્ઠિત જંગની સાથે સાથે નીચે મુજબ છે
- ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચને લઇને જોરદાર રોમાંચકતા
- વિશ્વભરમાં કરોડો ચાહકો આ મેચને નિહાળવા માટે ઉત્સુક છે
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હમેંશા પ્રતિષ્ઠા સમાન રહે છે
- ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૫ના દિવસે તેમની વચ્ચે છેલ્લી વર્લ્ડ કપ મેચ રમાઇ હતી જેમાં ભારતે પાકિસ્તાન પર ૭૬ રને જીત મેળવી હતી
- આ મેચમાં શાનદાર દેખાવ કરનાર ખેલાડી રાતોરાત સ્ટાર ખેલાડી બની જશે
- વિરાટ કોહલી, રોહિત શર્મા અને ધોની પર તમામની નજર રહેશે
- માન્ચેસ્ટર ખાતે રમાનારી મેચની તમામ ટિકિટો વેચાઇ ચુકી છે
- મેદાનમાં હાઉસફુલની સ્થિતી રહેશે જ્યારે કરોડો ચાહકો ટીવી પર મેચની મજા માણશે
- સચિન તેન્ડુલકર, વિરેન્દ્ર સહેવાગ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષમણ કોમેન્ટરી કરનાર છે
- ભારત અને પાકિસ્તાન જંગને લઇને દુનિયાના અન્ય દેશોમાં પણ રોમાંચ
- ભારત તરફથી વિરાટ કોહલી પર બેટિંગને લઇને મુખ્ય આધાર રહેશે
- બન્ને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડી હોવાથી મેચ રોમાંચ જગાવશે
- વર્લ્ડ કપમાં કુલ ઇનામી રકમ ૧૦ કરોડ રૂપિયાથી વધારે છે
- ઇનામી રકમ આ વખતે ગયા વર્લ્ડ કપ જેટલી રાખવામાં આવી છે
- ફાઇનલ મેચ આ વખતે લોડ્રસ ખાતે રમાનાર છે
- મેચમાં વરસાદ વિલન નહીં બને તો જોરદાર જંગ ખેલાશે
- શિખર ધવનની ગેરહાજરીમાં ભારતને કેટલીક તકલીફ રહી શકે છે
- મેચનુ બપોરે ૩ વાગ્યાથી જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે