જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહીછે તે ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપ ૨૦૧૯ની શરૂઆત વે થવા જઇ રહી છે. વધારે સમય વર્લ્ડ કપને લઇને રહ્યો નથી. ૩૦મી મેથી વર્લ્ડ કપની રોમાંચક શરૂઆત થવા જઇ રહી છે. વર્લ્ડ કપની મેચો ૧૪મી જુલાઇ સુધી ચાલનાર છે.તમામ ટીમો પોત પોતાની રીતે તૈયારી કરી ચુકી છે. ક્રિકેટ વર્લ્ડ કપની ૧૨મી એડિશન હવે રમાનાર છે. વિશ્વ કપ વિજેતા ટીમોની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ સૌથી વધારે વખત આ ટ્રોફી પર કબજા જમાવ્યો છે. ભારતે પણ બે વખત વર્લ્ડ કપ જીતવામાં સફળતા મેળવી છે.
આ વખતે વર્લ્ડ કપ હોસ્ટ કરવાના અધિકાર એપ્રિલ ૨૦૧૬માં આપવામાં આવ્યા હતા. તે પહેલા ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સે વર્ષ ૨૦૧૫માં આઇસીસી વર્લ્ડ કપ યોજના માટે બિડ પરત ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આ વર્લ્ડ કપનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યુ હતુ. વર્લ્ડ કપ ૨૦૧૯ના સંગ્રામની શરૂઆત ઓવર મેદાન ખાતેથી કરવામાં આવનાર છે. ત્યારબાદ છેલ્લી મેચ અથવા તો ફાઇનલ મેચ લોડ્સના ઐતિહાસિક મેદાન ખાતે રમાશે.
તમામ ક્રિકેટ ચાહકો સારી રીતે જાણે છે કે ક્રિકેટ વર્લ્ડ કપનુ આયોજન ઇંગ્લેન્ડમાં પાંચમી વખત કરવામાં આવી રહ્યુ છે. રસપ્રદ બાબત એછે કે ઇંગ્લેન્ડને હજુ સુધી વર્લ્ડ કપ જીતવામાં સફળતા હાથ લાગી નથી. ઇંગ્લેન્ડમાં ૧૯૭૫, ૧૯૭૯ અને વર્ષ ૧૯૮૩માં કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ વર્ષ ૧૯૯૯માં પણ ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ફોર્મેટની વાત કરવામાં આવે તો વર્લ્ડ કપ દસ ટીમોમાં સિંગલ ગ્રુપમાં રહેશે. આનો અર્થ એ થયો કે દરેક ટીમ અન્ય ટીમ સામે રમનાર છે. ટોપ પર રહેનાર ચાર ટીમ આગામી દોરમાં પ્રવેશ કરશે. ટોપની ચાર ટીમો સેમીફાઇનલના નોટ આઉટ સ્ટેજમાં પહોંચશે. ત્યારબાદ ફાઇનલ મેચ રમાનાર છે. ટુર્નામેન્ટમાં દસ ટીમ હોવાના કારણે ટિકા પણ થઇ રહી છે. ટેસ્ટ રમતી ટીમોની સંખ્યા ૧૦થી વધારીને ૧૨ કરવામાં આવી રહી છે ત્યારે વર્લ્ડ કપમાં ટીમોની સંખ્યા ઘટાડી દેવામાં આવતા ટીકા થઇ રહી છે. જુન ૨૦૧૭માં આયરલેન્ડ અને અફઘાનિસ્તાનની એન્ટ્રી કરવામાં આવી હતી. આ એવા વર્લ્ડ કપ તરીકે છે જેમાં તમામ ટેસ્ટ રમતી ટીમો રમી રહી નથી.
વર્ષ ૨૦૧૯માં પુલવામાં ખાતે ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ કેટલાક ભારતીય ખેલાડીઓ અને ક્રિકેટ બોર્ડ દ્વારા પણ પાકિસ્તાનનો બહિષ્કાર કરવા માટે કહ્યુ હતુ. જા કે આને લઇને કોઇ નિર્ણય લઇ શકાયો ન હતો. વ્યાપક માંગ થયા બાદ દુબઇમાં બેઠક મળી હતી. જેમાં પાકિસ્તાનને વર્લ્ડ કપમાં ન રમાડવાની ભારતની માંગને ફગાવી દેવામાં આવી હતી. બેઠકમાં કહેવામાં આવ્યુ હતુ કે તમામ કાર્યક્રમ પહેલાથી જ નક્કી કરવામાં આવી ચુક્યા છે જેથી તેમાં સુધારા કરવાની બાબત મુશ્કેલ દેખાઇ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે જટિલ સંબંધો વચ્ચે આ સ્પર્ધા યોજાઇ રહી છે. આમાં ભારતીય ટીમ અને પાકિસ્તાનની ટીમ સામ સામે આવનાર છે. ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હાર આપીને અફઘાનિસ્તાને વર્લ્ડ કપની ટિકિટા મેળવી લીધી હતી. જા કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ પણ પ્રવેશી ગઇ છે. વર્ડ કપ માટે બંને ટીમો ક્વાલિફાઇંગ થઇ ચુકી છે. જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ વખત વર્ષ ૧૯૮૩ બાદ આમાં રમી રહી નથી. હાલમાં ફુલ ટાઇમ મેમ્બર તરીકે સામેલ આયરલેન્ડ પણ વર્લ્ડ કપમાં રમી શકશે નહીં.ઓસ્ટ્રેલિયન ટીમ સંઘર્ષ કરીને મેચ જીતી જનાર ટીમ તરીકે ગણવામાં આવે છે. ક્રિકેટના ઇતિહાસની સૌથી સફળ ટીમ તરીકે ઓસ્ટ્રેલિયાની ટીમ છે.
પાંચ વત આ ટીમ વર્લ્ડ કપ વિજેતા બની ચુકી છે. તે હમેશા પ્રબળ દાવેદાર તરીકે ગણવામાં આવે છે. વર્ષ ૧૯૯૯, ૨૦૦૩ અને ૨૦૦૭માં તે સતત ચેમ્પિયન બની હતી. વર્ષ ૨૦૧૧માં તે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઇ હતી. જા કે વર્ષ ૨૦૧૫માં ફરી વિજેતા રહી હતી. તે પહેલા ૧૯૮૭માં પણ વર્લ્ડ કપ જીતી ચુકી છે.વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આ વખતે તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. વર્લ્ડ કપ માટે કાઉન્ટ ડાઉન હાલમાં જારી છે. તમામ ટીમો જાહેર કરવામાં આવી રહી છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા સહિતની ટીમો જાહેર કરવામાં આવી ચુકી છે. જેથી ક્રિકેટના જાણકાર લોકો ગણતરી કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં એક વર્ષના પ્રતિબંધ બાદ હવે સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓની ફરી વાપસી થઇ છે. તમામ યાદગાર ઘટનાઓ આની સાથે જોવા મળનાર છે. મહેન્દ્ર સિંહ ધોની પર પણ તમામની નજર રહેશે. કારણ કે તે વર્લ્ડ કપ બાદ નિવૃતિ લે તેવા સંકેત પણ દેખાઇ રહ્યા છે.