ભારતની પ્રીમિયર પેડલ અને ઇલેક્ટ્રિક બાઇસિકલ રેન્ટલ સર્વિસ MYBYKએ વર્લ્ડ બાઇસિકલ ડેની પૂર્વ સંધ્યાએ એક વિશેષ કાર્યક્રમના આયોજન સાથે તેની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ સમારોહનો ઉદ્દેશ્ય સાઇકલિંગ અને તેના લાભોને પ્રોત્સાહિત કરવાનો તથા વધુ લોકોને તેમની રોજિંદી જીવનશૈલીમાં સાઇકલિંગને સામેલ કરવા પ્રેરિત કરવાનો હતો. MYBYKની શરૂઆત જૂન, 2014માં કરાઇ હતી અને તે ભારતની સૌથી મોટી અને ઝડપી વૃદ્ધિ સાધતી પબ્લિક બાઇક-શેરિંગ કંપની બની છે. યુઝર્સને ફર્સ્ટ અને લાસ્ટ-માઇકલ કનેક્ટિવિટી પ્રદાન કરવા તેણે જાહેર પરિવહન સાથે ભાગીદારી કરી છે. છેલ્લાં એક દાયકામાં MYBYKએ જબરદસ્ત વૃદ્ધિ સાધી છે અને હાલ 10,000થી વધુ પેડલ અને ઇલેક્ટ્રિક બાઇસિકલના કાફલા સાથે 6 શહેરોમાં કામગીરી ધરાવે છે તથા માસિક 50,000થી વધુ એક્ટિવ યુઝર્સને સેવા પૂરી પાડે છે. આ અંગે કંપનીના સ્થાપક અને સીઇઓ અરિજિત સોનીએ જણાવ્યું હતું કે, અમે ‘આપણા શહેરોને ફરીથી રહેવા લાયક બનાવવાના’ વિઝન સાથે MYBYKની સ્થાપના કરી હતી. આ વર્ષોમાં એક મિલિયનથી વધુ યુઝર્સે આરોગ્ય અને સુખાકારી માટે જ નહીં, પરંતુ દૈનિક સફર માટે MYBYKનો અનુભવ કર્યો છે

MYBYKએ તેની વર્ષગાંઠ અને વર્લ્ડ બાઇસિકલ ડેની ઉજવણી કરતાં તમામ યુઝર્સને બેઠાડી જીવનશૈલીમાંથી બહાર આવવા પ્રોત્સાહિત કરતાં 10 મીનીટની ફ્રી રાઇડ ઓફર કરવાની વિશેષ પહેલ કરી છે. આ પહેલ નિયમિત સાઇકલિંગ, શારીરિક ફિટનેસ અને માનસિક સુખાકારીને પ્રોત્સાહન આપે છે. રવિવારના કાર્યક્રમમાં કમ્યુનિટી રાઇડ તથા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઇ હતી, જેમાં સહભાગીઓને MYBYKની નવી યોજનાઓ અને ઓફર્સ વિશે જાણકારી હાંસલ કરવાની પણ તક મળી હતી. વર્લ્ડ બાઇસિકલ ડે 3 જૂનના રોજ ઉજવાય છે, જે બાઇસિકલને પરિવહનના ટકાઉ અને એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી માધ્યમ તરીકે રજૂ કરે છે.