આજના તેજ રફતારના જીવનમાં વિજ્ઞાને તમામ ન્યુરોલોજિકલ તથા અન્ય બીમારીઓના ઉકેલ શોધવાની દિશામાં પ્રગતિ કરી છે. આજે ઘણી બીમારીઓના ઇલાજ હાજર છે અને આ કેટેગરીમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર પણ સામેલ છે.
એએસડીના નિદાનમાં હવે ઘણી અલગ અલગ સ્થિતિ સામેલ છે જેમ કે ઓટિસ્ટિક ડિસઓર્ડર, પર્વેઝિવ ડેવલપમેન્ટ ડિસઓર્ડર જે બીજી રીતે સ્પેસિફાઇ થયું ન હોય (PDD-NOS) અને એસ્પર્જર સિન્ડ્રોમ. રેટ સિન્ડ્રોમ અને ચાઇલ્ડહુડ ડિસઇન્ટીગ્રેટિવ ડિસઓર્ડર પણ સામેલ છે. આ તમામ કંડિશનને હવે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહે છે.
અભ્યાસ દર્શાવે છે કે એએસડી હોય તેવા બાળકોના એક તૃતિયાંશ અથવા અડધા વાલીઓને બાળક એક વર્ષનું થાય તે પહેલા જ લક્ષણો જોવા મળે છે. ૮૦%–૯૦% માતાપિતા ૨૪ મહિનાની વય અગાઉ આ લક્ષણ જુએ છે. તેથી તેનું નિદાન શક્ય એટલું વહેલું થવું જોઈએ કારણ કે આ ડેવલપમેન્ટલ બીમારી છે.
ઓટિઝમ મુખ્યત્વે સામાજિક વાતચીત અને સંવાદ, જુદી જુદી ચીજોમાં ઓછો રસ પડવો તથા પુનરાવર્તિત વર્તણૂકને આધારે ઓળખી શકાય છે જે દૈનિક જીવનને અસર કરે છે. તેના લક્ષણો આ પ્રમાણે છેઃ
- નામ બોલવા છતાં પ્રતિભાવ ન આપવો
- ચીજ દર્શાવવા માટે તેની તરફ નિર્દેશ કરવો
- ૨ વર્ષ સુધી રમત રમતા હોય તેવો દેખાવ કરવો
- આંખથી સંપર્ક ટાળવો
- એકલા રહેવાનું પસંદ કરવું
- લોકોને સમજવામાં મુશ્કેલી પડવી
- પોતાના વિચારો વ્યક્ત કરવામાં મુશ્કેલી
- એકના એક શબ્દો બોલતા રહેવું
- પ્રશ્નોની સાથે સુસંગત ન હોય તેવા જવાબ આપવા
- સામાન્ય જીવનમાં કોઇ ફેરફાર થાય તો તરત અપસેટ થઇ જવું
- મર્યાદિત ચીજોમાં રસ પડવો
- હાથ હલાવવા, શરીર હલાવતા રહેવું અથવા ગોળ ગોળ ઘુમવું
- ચીજોના અવાજ, ગંધ, સ્વાદ, દેખાવ કે અનુભવ અંગે અસામાન્ય પ્રતિભાવ આપવો.
- બિનજરૂરી હસતા રહેવું
- ગુસ્સો આવે તો માથું પછાડવું
- ચહેરાનો હાવભાવ શબ્દો સાથે મેળ ખાતો ન હોય
- દાંત ઘસવા અને આંગળીઓ હલાવતા રહેવું
તેમના જીવનમાં સામાજિક પ્રશ્નો સૌથી વધુ સામાન્ય હોય છે. તેમને આ ચીજોમાં મુશ્કેલી પડે છે
- લોકોના તથા પોતાના ઇરાદા અને લાગણીઓ સમજવામાં તકલીફ પડવી
- લાગણીઓ વ્યક્ત કરવી
- સામાજિક પરિસ્થિતિમાં દબાણ હેઠળ આવી જવું
- વાતચીત સમજવી
- નામ બોલવા પર પ્રતિભાવ ન આપવો
- આંખથી સંપર્ક ટાળવો
- ઇચ્છિત લક્ષ્ય મેળવવા માટે જ વાતચીત કરવી
- ચહેરા પર વિચિત્ર હાવભાવ લાવવા
- શારિરીક સંપર્ક ટાળે અથવા પ્રતિકાર કરે
વાતચીતના કૌશલ્યને માપદંડ તરીકે લેવામાં આવે તો ૩૦ ટકા બાળકો માત્ર ૨-૩ શબ્દો બોલે છે. તેમને મૌખિક અને બિનમૌખિક સંવાદમાં મુશ્કેલી પડે છે. ASD ને લગતી સમસ્યાઓ આ પ્રમાણે છેઃ
- બોલવામાં વિલંબ થવો
- કાર્ય અને શબ્દોનું સતત પૂનરાવર્તન કરવું
- પ્રશ્નોના આડાઅવળા જવાબ આપવા
- કોઇ ચીજ જોઇતી હોય તો આંગળી ચિંધવી
- અમુક હાવભાવથી પોતાની લાગણી વ્યક્ત કરવી
- રોબોટની જેમ પુનરાવર્તિત રીતે વાત કરવી
- રમતા હોવાનો માત્ર દેખાવ કરવો
- બીજાને ચીડવવામાં મજા આવે, પોતાને કોઇ ચીડવે તો ગુસ્સે ભરાય
- ઓટિઝમના દર્દીઓને હાવભાવ, બોડી લેંગ્વેજ, અવાજ કે સૂરનો ઉપયોગ કરવામાં અને સમજવામાં મુશ્કેલી પડે છે.
- બોલવાનું બહુ સારું કૌશલ્ય ધરાવતા કેટલાક બાળકો પણ પુખ્ત વયના લોકોની જેમ બોલી શકતા હોય છે.
મર્યાદિત રસ અને વર્તણૂકને લગતા મુદ્દામાં નીચેની લાક્ષણિકતાઓ સામેલ છે :
- રમકડા અને બીજી ચીજોને હરોળમાં ગોઠવવી
- દર વખતે એક જ રમકડાથી એક જ રીતે રમવું
- ઘુમતી ચીજો પસંદ કરવી, જેમ કે પંખો
- ચોક્કસ ફેરફાર થાય તો ચીડાઇ જાય
- અમુક ચીજોમાં વધારે પડતો રસ લે
- હાથ હલાવવા, શરીર હલાવતા રહેવું અથવા ગોળ ગોળ ઘુમવું
- ચોક્કસ રૂટિન કરવા દેવામાં ન આવે તો હતાશ થઇ જાય, તોફાન કરવા લાગે
- ઓટિઝમની સારવારમાં હોમિયોપથી શા માટે શ્રેષ્ઠ છે
- સારવારના પ્રથમ ૧૨૦ દિવસમાં જ સુધારો જોવા મળે, શરીરને નુકસાન પહોંચાડ્યા વગર મર્કયુરી, લેડ અને બીજી ભારે ધાતુઓ દૂર કરે
- લાઇમ ડિઝિસ દૂર કરે છે.
- લિકી ગટ સિન્ડ્રોમને નિયંત્રણમાં રાખે, પાચનમાં વધારો કરે, અમુક ચીજો જે શોષાતી ન હોય તેમાં સુધારો કરે
- ઓટિઝમ ધરાવતા બાળકોમાં પુરુષ હોર્મોન વધારે હોય છે તેથી એન્ડોક્રાઇન અસંતુલન સુધારે.
- ન્યુરોનનો સોજો દૂર કરે
- ફુગ અને યીસ્ટની વૃદ્ધિ નિયંત્રણમાં આવે.
- લોહીનું પરિભ્રમણ વધે તેથી ઓક્સિજનેશનમાં વધારો થાય
વિશ્વના અગ્રણી ડોક્ટરો મુજબ હોમિયોપથી એ ઓટિઝમની શ્રેષ્ઠ સારવાર છે. એએસડીની સારવારમાં સેન્સરી ઇન્ટીગ્રેશન થેરેપીની કોઇ ભૂમિકા નથી. એએસડી ધરાવતા લોકોને ઉંઘવાની સમસ્યા, મૂડમાં વારંવાર ચઢાવ ઉતાર અથવા ભાવનાત્મક સમસ્યા હોઈ શકે છે. ઉદાહરણ તરીકે તેઓ વારંવાર રડે અથવા હસે અથવા કોઇ પ્રતિભાવ ન આપે તેવું બની શકે. આ ઉપરાંત તેઓ જોખમી ચીજોથી ન ડરે અને બિનજોખમી ચીજોથી ગભરાય તેવું બની શકે છે.
એએસડી ધરાવતા બાળકો જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા દરથી વિકાસ કરે છે. કોઇ બાળક ચોક્કસ કૌશલ્ય ક્યારે શીખશે તે કહેવું મુશ્કેલ હોય છે. કારણ કે તે પોતાની ગતિથી શીખે છે.
વિશ્વ ભરમાં બીજી એપ્રિલે વર્લ્ડ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે જેથી લોકોમાં ઓટિઝમ વિશે જાગૃતિ આવે. સૌ પ્રથમ તે ૨૦૦૮માં ઉજવાયો હતો. તેમાં મુખ્ય આકર્ષણ ઓટિઝમ ધરાવતા લોકોના જીવન સ્તરને સુધારવાનું હોય છે જેથી તેઓ સમાજના મહત્ત્વના અંગ તરીકે જીવન ગાળી શકે.
વર્લ્ડ ઓટિઝમ ડે ૨૦૧૯ માટે “સહાયક ટેકનોલોજી, સક્રિય હિસ્સેદારી” પર ખાસ ભાર મૂકાયો છે.
વિવિધ વૈશ્વિક બીમારીઓ વિશે હવે પ્રેસમાં ઘણી માહિતી આવે છે અને લોકો પણ જાણકારી ધરાવે છે ત્યારે ઓટિઝમ એવી બીમારી છે જેની વધારે સમજણની જરૂર છે. ઉછછડ્ઢ પ્રવૃત્તિઓનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે જેથી ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર (એએસડી) ધરાવતા બાળકો અને પુખ્ત વયના લોકો વિશે જ્ઞાન ફેલાવી શકાય.
લેખક: ડો. કેતન પટેલ