આમ્રપાલી ફિલ્મની રિમેક પર કામો શરૂ કરી દેવાયા : રિપોર્ટ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઇ : વર્ષ ૧૯૬૬માં બનેલી સુનિલ દત્ત અને વૈજયંતિ માલા અભિનિત ફિલ્મ અમ્રપાલીની રિમેક બનાવવાની તૈયારી હવે શરૂ કરવામાં આવી ચુકી છે. આ ફિલ્મનુ શુટિંગ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. દક્ષિણ ભારતની અભિનેત્રી જિનાલ પંડ્યા આ ફિલ્મમાં અભિનેત્રી તરીકેની ભૂમિકા અદા કરનાર છે. હવે એવુ જાણવા મળ્યુ છે કે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મમાં સંજયદત્તને લેવાનો નિર્ણય કર્યો છે. જે મોટી ભૂમિકા અદા કરનાર છે. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોનુ કહેવુ છે કે ગયા વર્ષે જ જિનાલ સાથે સંબંધિત કેટલીક બાબતોને પૂર્ણ કરી લેવામાં આવી છે.

સંજય દત્ત પહેલથી જ આ પ્રોજેક્ટને લઇને લીલીઝંડી આપી ચુક્યો છે. ફિલ્મના શુટિંગને લઇને ટેકનિકલ કામ પૂર્ણ કરી લીધા બાદ આગળ વધારી દેવામાં આવનાર છે. સંજયદત્તે ફિલ્મને લઇને તારીખ પણ આપી દીધી છે. શરૂઆતના હિસ્સાનુ નિર્દેશન અતુલ ગર્ગ કરનાર છે. સરોજ ખાન અને ગાયિકા મધુશ્રીની મદદ લેવામાં આવી રહી છે. મધુશ્રીએ માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મ સંગીત પ્રધાન છે. તેમાં લતાના ગીતો આજે પણ તમામને રોમાંચક કરી નાંખે છે. ફિલ્મનુ શુટિંગ વારાણસી, જયપુર, ગયા, સહિતની જગ્યાએ કરવામાં આવનાર છે. ફિલ્મના સેટને તૈયાર કરવ માટે ખાસ લોકોને આમંત્રિત કરવામા આવી રહ્યા છે.

સ્ટાર સંજય દત્ત અન્ય કેટલીક ફિલ્મો પણ હાલમાં કરી રહ્યો છે સંજય દત્ત જેલની સજા ગાળીને બહાર આવ્યા બાદ કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. જો કે તે હવે સફળતા મેળવશે કે કેમ તેને લઇને સસ્પેન્સ છે. તેની લોકપ્રિયતા ચાહકોમાં અકબંધ રહી છે. તેની પાસે કેટલીક ફિલ્મો રહેલી છે. તે સંજુ ફિલ્મમાં ટુંકી ભૂમિકામાં નજરે પડ્યો હતો. આ ઉપરાંત પણ તે કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. કંલકમાં પણ ચમકશે.

Share This Article