નવીદિલ્હીઃ ભારતે પોતાના જોબના આંકડાને વ્યવસ્થિત કરવા માટે અનપેઇડ મહિલાઓના કામને પણ રોજગાર તરીકે સ્વીકાર કરવાને લઇને તૈયારી હાથ ધરી છે. સ્થાનિક મહિલાઓના કામને પણ નોકરીના આંકડામાં સામેલ કરવામાં આવનાર છે. ખાસ કરીને મહિલાઓ તરફથી કરવામાં આવતા સ્થાનિક કામોની યાદી તૈયાર કરવામાં આવશે.
નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના મહાનિદેશક દેવીપ્રસાદ મંડળે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, સરકારે જાન્યુઆરીથી એક વર્ષ સુધી આવા સર્વે કરાવવાની યોજના ધરાવે છે. આનાથી એવી બાબત જાણવાના પ્રયાસ થશે કે, સ્થાનિક મહિલાઓ કઇ કઇ પ્રકારની કામગીરી અદા કરી રહી છે. સ્થાનિક મહિલાઓ કયા પ્રકારના સ્થાનિક કામો કરે છે અને ઘરે કઇ રીતે સમય ગાળે છે. બ્લુમબર્ગના રિપોર્ટ મુજબ આ સર્વેના પરિણામને જૂન ૨૦૨૦માં જારી કરવામાં આવનાર છે. દર ત્રણ વર્ષમાં આવા સર્વે કરવામાં આવશે.
મંડળે કહ્યું છે કે, આનાથી અમે આ બાબત જાણી શકીશું કે મહિલાઓ કુકિંગ અને વસ્ત્રો ધોવા જેવા કામોમાં કેટલો સમય આપે છે. આ પરિણામોથી પોલિસી મેકર્સને આ બાબત જાણવામાં મદદ મળશે કે અર્થતંત્રમાં રોજગારીની સ્થિતિ શું છે. કલ્યાણ પ્રોગ્રામ કઈ રીતે ચલાવી શકાય છે. દુનિયાની સૌથી ઝડપથી ઉભરી રહેલી અર્થવ્યવસ્થામાંથી એક ભારતમાં ઇકોનોમીના ડેટામાં ખુબ અંતર છે. જેના પરિણામ સ્વરુપે આ બાબત જાણવામાં મુશ્કેલ થાય છે કે, આખરે મહત્વપૂર્ણ સેક્ટરોમાં જાબની સ્થિતિ શું છે.
ખાસ કરીને માર્કેટ, રિટેલ અને હાઉસિંગના સંદર્ભમાં આ આંકડા મજબૂતરીતે મળી શકતા નથી. ભારતની આશરે ૭૦ કરોડની વસ્તી એટલે કે અમેરિકાથી બે ગણી વસતી વર્કફોર્સને ઇચ્છતુ નથી. ખાસ કરીને મહિલાઓની વાત કરવામાં આવે તો તેમના કામોને રાષ્ટ્રીય આવકમાં જોડવામાં આવતા નથી.