અમદાવાદ : ૨૦૧૯ના નવા વર્ષની શરૂઆતમાં હાઇલાઇફ એકઝીબીશન દ્વારા ફેશનની દુનિયાના સૌથી લેટેસ્ટ ટ્રેન્ડ અને વર્લ્ડકલાસ ઇન્ડોવેસ્ટર્ન ફેશન અને કલેકશનને રજૂ કરતું બહુ અનોખુ પ્રદર્શન તા.૪ અને ૫ જાન્યુઆરી દરમ્યાન અમદાવાદ શહેરમાં હોટલ ગ્રાન્ડ ભગવતી ખાતે યોજાઇ રહયું છે. જેને લઇ અમદાવાદના ઘરઆંગણે ફેશનપ્રેમી જનતાને વર્લ્ડકલાસ ઇન્ડોવેસ્ટર્ન ફેશન અને ટ્રેન્ડ જાવાની બહુ અદ્ભુત તક છે. આ હાઇલાઇફ એકઝીબીશનમાં દેશભરમાંથી ૧૫૦થી વધુ ડિઝાઇનર્સના લેટેસ્ટ લાઇફ સ્ટાઇલ અને ફેશન ડિઝાઇન શોકેસીસ અને ક્રિએશન્સ રજૂ કરવામાં આવનાર છે.
ફોરેન ડિઝાઇન, ફેશન અને ટ્રેન્ડ પણ એકઝીબીશનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે એમ એકઝીબીશનના આયોજક એબી ડોમીનીકે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ હવે ફેશન સીટી અને ગુજરાત ફેશનનું હબ બનીને ઉભરી રહ્યું છે ત્યારે હાઇલાઇફ એક્ઝીબીશન ફેશનની દુનિયાની લેટેસ્ટ ટ્રેન્ડ, તાજા આકર્ષણો અને ફેશન પરિધાનો જાણવાની બહુ ઉમદા તક ફેશનપ્રેમી જનતા અને નાગરિકોને પૂરી પાડે છે. તા.૪ અને ૫ જાન્યુઆરી દરમ્યાન યોજાનારા આ હાઈલાઈફ એક્ઝિબિશનમાં હોટે કોટેચર ઈન્ડોવેસ્ટર્ન કલેક્શન રજૂ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પર્સનલ સ્ટાઈલીંગ તથા લાઈફ સ્ટાઈલ તથા ફેશનના મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહેશે. આ વર્ષે અમે એથનિક તથા ફેશન પરિધાનો, હોમ ડેકોર તથા ગિફ્ટીંગ આઈડિયાસ સાથે આપના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. હાઈ લાઈફ એક્ઝિબિશન ફેશનપ્રેમી લોકોને ભારતના અતિસુંદર ક્રિએશન્સનો લાભ આપશે તથા તેમાં દેશભરમાંથી ૧૫૦થી વધુ ડિઝાઈનર્સ તેમના ક્રિએશન્સ પ્રદર્શિત કરશે. એકઝીબીશનના આયોજક એબી ડોમીનીકે ઉમેર્યું હતું કે, લગ્ન પોષાકોથી લઈને વેડિંગ ટ્રાઉઝર્સ તથા ડિઝાઈન એપેરલ્સ તેમજ ફેશન એક્સેસરીઝ, એન્ટિક્સથી લઈને હોમ ડેકોર અને ગિફ્ટીંગ આઈડિયાઝ સહિતના આકર્ષણો હાઈ લાઈફ એકઝીબીશનમાં રંગ જમાવશે. હોટલ ગ્રાન્ડ ભગવતી ખાતે આજે યોજાયેલ ફેશન પ્રિવ્યુ અને પ્રીલ્યુડ શોમાં મિસ ઈન્ડિયા ઈન્ટરકોન્ટિનેન્ટલ-૨૦૧૮ સુમન ચેલાણીએ રેમ્પ વોક કરી ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે અન્ય ફેશન મોડેલ્સ સુરભી, હીર તથા ચાંદનીએ પણ ડીજે સૌરીનની ટ્યુન્સ પર રેમ્પ વોક કરી કેટલાક આકર્ષક ફેશન પરિધાનો રજૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ઉપરાંત, હાઈ લાઈફ દ્વારા બેંગુલુરુ, હૈદરાબાદ, કોચીન, જયપુર, ચેન્નઈ, મુંબઈ, પૂણે તથા આંતરરાષ્ટ્રીય સ્થળો જેમકે શ્રીલંકામાં કોલંબો અને મિડલ ઈસ્ટ ખાતે પણ હાઇલાઇફ એકઝીબીશન ફેશનની દુનિયાના જલવા પાથરી ચૂકયું છે. ફેશન પ્રિવ્યુ શોમાં રેમ્પ વોક કરનાર મિસ ઈન્ડિયા ઈન્ટરકોન્ટિનેન્ટલ-૨૦૧૮ સુમન ચેલાણી આગામી તા.૨૬ જાન્યુઆરી,૨૦૧૯ના રોજ ફિલિપાઈન્સમાં મનીલા ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા મિસ ઈન્ટરકોન્ટિનેન્ટલ-૨૦૧૮માં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. સુમન ચેલાણી ખુદ એક પ્રોફેશનલ એન્કર છે તેમજ પૂર્વ એર હોસ્ટેસ પણ રહી ચૂક્યા છે, જેમણે પોતાના વિચારો ફેશન અને હાઈ લાઈફ એક્ઝિબિશન અંગે વ્યક્ત કર્યા હતા.