મુંબઈ: ભારતમાં મહિલા IPLન્ની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધી તેના વિશે કોઈ નક્કર યોજના સામે આવી નથી. હવે BCCI પ્રમુખે આ વિશે મોટું અપડેટ આપતા લખ્યું છે કે, ‘ટીમ ઈન્ડિયા આવનારા સમયમાં ટેસ્ટ મેચ રમશે. અમે IPLન્નું આયોજન કરીશું અને આવનારા સમયમાં અમે મહિલા IPL ન્ને મોટા પાયે આયોજિત કરીશું. આવું ત્યારે થશે જ્યારે મહિલા ખેલાડીઓની સંખ્યા વધશે. આ વર્ષે પણ IPL પ્લેઓફ દરમિયાન મહિલા ચેલેન્જર્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. ગયા વર્ષના અંતમાં પણ સૌરવ ગાંગુલીએ આશા વ્યક્ત કરી હતી કે મહિલા IPL નું ટૂંક સમયમાં આયોજન કરવામાં આવશે. એક મીડિયા અહેવાલમાં કહ્યું, ‘અમારા મગજમાં મહિલા આઈપીએલ છે. અમે તેના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છીએ. આગામી ત્રણ-ચાર મહિનામાં અમે તેના વિશે શું કરવા જઈ રહ્યા છીએ અને આ ટૂર્નામેન્ટ કેવી રીતે આકાર લેશે તે ટૂંક સમયમાં જ જણાવશે. મને લાગે છે કે ટૂંક સમયમાં આ મહિલા IPL શરૂ થશે અને અમે વિદેશી ખેલાડીઓને પણ આમંત્રિત કરીશું. જેથી કરીને તેઓ અમારા સ્થાનિક ખેલાડીઓ સાથે તેમનો અનુભવ પણ શેર કરી શકે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more