અમદાવાદ : મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા તથા આ ગંભીર રોગોના વહેલા નિદાન અને સારવાર સંબંધિત જાણકારી ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે જીતો લેડિઝ વિંગ અને ઝાયડસ હોસ્પિટલ દ્વારા સંયુક્તપણે સ્ક્રિનિંગ કાર્યક્રમ – વુમન્સ હેલ્થ મેટર્સનું ૯ ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ડો. પ્રિયંકા ચિરિપાલ બ્રેસ્ટ કેન્સર તથા ડો. પારૂલ કોટડાવાલા સર્વાઇકલ કેન્સર અને મેનેપોઝ સંબંધિત બિમારીઓના નિદાન માટે ૮૦થી વધુ મહિલાઓનું સ્ક્રિનિંગ કરશે.
આ અંગે જીતો લેડિઝ વિંગના ચેરપર્સન સુષ્મા કાંકરિયાએ જણાવ્યું હતું કે, મહિલાઓમાં કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે અને બિમારી અંગે મોડેથી જાણકારી મળવાને કારણે સારવારને અસર થાય છે. આ સંજોગોમાં સ્ક્રિનિંગની મદદથી બિમારીની વહેલી જાણકારી મેળવવામાં તથા મહિલાઓને જાગૃત કરવામાં મદદ મળી રહેશે.