દેશભરમાં મહિલાઓએ સેક્સ સ્ટ્રાઈક ઝુંબેશ ચલાવવાની જાહેરાત કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

૨૪ જુનના રોજ અમેરિકામાં સુપ્રીમકોર્ટે મહિલાઓના ગર્ભપાતના સંવિધાનિક હક પર રોક લગાવી છે. હવે અમેરિકામાં ગર્ભપાત એક ગુનો માનવામાં આવશે. ૧૯૭૩ના ચર્ચિત Roe vs Wadeના ર્નિણયને બદલવામાં આવ્યો છે. જે અગાઉ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપવામાં આવ્યો હતો. વિશ્વભરમાં આ ર્નિણયની ચર્ચા થઈ રહી છે. વિરોધ થઈ રહ્યો છે. ફેમિનિસ્ટ ગ્રુપ્સે સુપ્રીમ કોર્ટના આ ર્નિણયની આલોચના કરી છે. લોકોનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે મહિલાઓને તેમના જ શરીર પરના હક છીનવી લીધા છે. આ ર્નિણયના વિરોધમાં વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું છે. હવે એવુ પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકામાં મહિલાઓ સેક્સ સ્ટ્રાઈક પર જવાની છે. 

Roe vs Wadeના ર્નિણયને પાછો ખેંચ્યા પછી અનેક રાજ્યોમાં ગર્ભપાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ર્નિણયના વિરોધમાં અનેક ફેમિનિસ્ટ ગ્રુપ્સે સેક્સ સ્ટ્રાઈક પર જવાનો પ્રસ્તાવ મુક્યો છે. ટ્‌વીટર પર એક ગ્રાફિક વાયરલ થઈ રહ્યું છે જેમાં બોલ્ડ લેટર્સમાં લખવામાં આવ્યું છે. અમે અનિચ્છિત પ્રેગનેન્સીનું જોખમ ના ઉઠાવી શકીએ. એટલે જ્યાં સુધી પ્રેગનેન્ટ ના થવુ હોય ત્યાં સુધી અમે પતિ કે પછી કોઈ પણ પુરુષ સાથે સેક્સ નહીં કરીએ. #SexStrike. એક મહિલા પ્રોટેસ્ટરે જણાવ્યું કે તે કોઈ પણ પુરુષ સાથે સેક્સ નહીં કરે જેણે નસબંધી ના કરાવી હોય. જો તમે એવા પૂરુષ છો જેણે નસબંધી નથી કરી અને રોડ પર અમારા હક માટે નથી લડી રહ્યા તો મારી સાથે સેક્સ કરવા માટે તમે લાયક નથી. એક ટ્‌વીટર યુઝરે લખ્યુંઃ જો મને મારા શરીર પર અધિકાર નથી તો તમારી પાસે પણ નથી.

Share This Article