વોકહાર્ટ હોસ્પિટલ્સમાં મહિલાના દુઃખાવાનો આવ્યો અંત, ડો. મૈત્રેય જોશીએ કરી સફળ જટિલ સર્જરી

Rudra
By Rudra 2 Min Read

રાજકોટ : તાજેતરમાં વોકહાર્ટ હોસ્પિટલના યુરોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપીક સર્જન ડો. મૈત્રેય જોશી તથા ટીમ દ્વારા એક જટીલ ઓપરેશન પાર પડાયુ તો એક 39 વર્ષીય મહિલા દર્દી ઘણાં લાંબા સમયથી દુઃખાવાથી પીડિત હતા. તેમની કિડની અને કિડનીને મૂત્રાશયથી જોડતી નળીનું મુખ એકદમ સાંકડુ (Pelvi-ureteric junction obstruction (PUJO)) હો વાથી પેશાબના ભરાવાને લીધે દુઃખાવો થતાં ઇન્ફેક્શન થતું હતું અને કિડની પણ ઓછું કામ કરી રહી હતી. ત્યારે તેમને મુંબઈની ખ્યાતનામ હોસ્પિટલથી ટ્રેનિંગ લીધેલ ડૉ. મૈત્રેય જોશી (યુરોલોજિસ્ટ અને લેપોસ્ક્રોપીક સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ)ની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા.

ડૉ. મૈત્રેય જોશી (યુરોલોજિસ્ટ અને લેપોસ્ક્રોપીક સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ) એ જણાવ્યું હતું કે, “મૂત્ર માર્ગ સંબંધિત કોઈપણ સમસ્યા ગંભીર રોગનું કારણ બની શકે છે. આપણા શરીરમાંથી ગંદકી પેશાબ દ્વારા બહાર આવે છે, પરંતુ કેટલીકવાર કોઈ ચેપને કારણે પેશાબને બહાર કાઢતી બંને ગ્રંથીઓ યોગ્ય રીતે કામ કરતી નથી. આ મહિલા દર્દીના કેસમાં તેમની સર્જરી સંપૂર્ણ રીતે લેપોસ્ક્રોપીક – દૂરબીન દ્વારા કોઈપણ ચીરા કે કાપા વગર કરવામાં આવી. તેમના કિડનીના નળીના મુખની પ્લાસ્ટિક સર્જરી (reconstructive) (lap pyeloplasty) કરીને દર્દીને દુઃખાવામાં રાહત મળી છે. આ મહિલા દર્દીને સર્જરીના ત્રીજા દિવસે હોસ્પિટલમાંથી રજા આપી હતી અને તેઓ સરળતાથી હવે હરીફરી શકે છે કિડનીને મોટું નુકશાન થતું બચ્યું છે. દર્દી તથા સગાંઓએ ખુશ ચહેરા સાથે વિદાય લીધી હતી

“ઉલ્લેખનીય છે કે ડૉ. મૈત્રેય જોશી મુંબઈની નાયર હોસ્પિટલ્સમાંથી ગોલ્ડ મેડલ સાથે ઉતીર્ણ થયેલ છે તથા આવી ધણી જટિલ સર્જરીના અનુભવ છે.”

લેપ્રોસ્કોપી” એટલે પેટ પર નાના છિદ્રો દ્વારા દૂરબીન અને સાધનો મુકી પેટનાં વિવિધ ઓપરેશન કરવા. આધુનિક તબીબી વિજ્ઞાનના સમયમાં સર્જરી કરવામાં 3-ડી લેપ્રોસ્કોપીની મોટી ભૂમિકા રહેલી છે. જટિલ શસ્ત્રક્રિયાના કેસોમાં 3-ડી લેપ્રોસ્કોપી એ શરીરના અંદરની પેશીઓ, અવયવો અને તેના ભાગોનું સચોટ અનુમાન આપે છે. તેમજ ત્રિ-પરીમાણીક વિઝન પણ આપે છે. આ માટે તેમાં અદ્યતન કેમેરા અને મોનિટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાથે પ્રોસ્ટેટ, મૂત્રાશયના કેન્સર, કિડની કેન્સર વગેરેના ઓપરેશન દરમિયાન જટિલ શરીર રચનાને નેવિગેટ કરવા માટે પણ 3-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમ નિર્ણાયક સાબિત થાય છે.

Share This Article