લગ્નેતર સંબધો મહિલાને ભારે પડ્યાં, રિલેશનશીપ તોડી નાખતા પ્રેમી વિફર્યો, કરી નાંખ્યો કાંડ

Rudra
By Rudra 1 Min Read

ભાવનગર : રિલેશનશિપ તોડી નાખતા પ્રેમીએ આપી ધમકી ભાવનગરમાં લગ્નેતર સબંધને પગલે મહિલાને ધમકી આપવામાં આવી છે. જેમાં પ્રેમીએ રિલેશનશીપ તોડી નાંખતા ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. પ્રેમીએ મહિલા અને તેના પતિને મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહી અગાઉ પણ ભાવેશ નામના આ પ્રેમીએ મહિલા અને તેના પતિ પર હુમલો કર્યો હતો. જેને પગલે ભાવેશ નામના શખ્સ પર ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આરોપી ભાવેશે મહિલાના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. તે સિવાય મહિલાના પતિ વિરૂધ્ધ ખોટી ફરિયાદ પણ નોંધાવી હતી. આ સમગ્ર મામલે ઘોઘારોડ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Share This Article