ઉત્તરપ્રદેશના અયોધ્યામાં સરયુ એક્સપ્રેસ ટ્રેનમાં એક મહિલા કોન્સ્ટેબલ અર્ધ નગ્ન હાલતમાં મળી આવી, યુપી પોલીસે કોન્સ્ટેબલ સાથે બળાત્કારની ઘટનાને નકારી તો હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો. ઉત્તર પ્રદેશમાં સુરક્ષા પૂરી પાડતી એક મહિલા કોન્સ્ટેબલ ર્નિદયતાનો શિકાર બની છે. અયોધ્યામાં ટ્રેનમાં તે અર્ધ-નગ્ન અવસ્થામાં ગંભીર હાલતમાં મળી આવી હતી. કોન્સ્ટેબલ હાલમાં હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે, તેની હાલત નાજુક છે. યુપી પોલીસે કોન્સ્ટેબલ સાથે બળાત્કારની ઘટનાને નકારી કાઢી છે. દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે આ મામલાની નોંધ લીધી હતી. મોડી રાત્રે ચીફ જસ્ટિસના ઘરે બેંચની રચના કરવામાં આવી હતી. રજા હોવા છતાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
કોર્ટે આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં આ કેસમાં અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો માંગી છે. પૂછવામાં આવ્યું કે આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવામાં આવી છે કે નહીં? મામલો સરયુ એક્સપ્રેસ ટ્રેનનો છે. ત્રણ દિવસ પહેલા આ ટ્રેનમાં એક મહિલા કોન્સ્ટેબલ મુસાફરી કરી રહી હતી. તેઓ સુલતાનપુરમાં પોસ્ટેડ હતા પરંતુ અયોધ્યાના સાવન મેળામાં ફરજ પર હતા. આ સફર દરમિયાન મહિલા કોન્સ્ટેબલ પર ર્નિદયતાથી હુમલો કરાયો હતો. આ ઘટના માનકાપુરથી અયોધ્યા રેલવે સ્ટેશન વચ્ચે ચાલતી ટ્રેનમાં બની હતી. મહિલા કોન્સ્ટેબલ ટ્રેનમાં અર્ધ નગ્ન અને બેભાન હાલતમાં લોહીથી લથપથ મળી આવી હતી. ગંભીર હાલતને કારણે મહિલા કોન્સ્ટેબલને સારવાર માટે લખનૌના KGMUમાં રિફર કરવામાં આવી હતી. કોન્સ્ટેબલની હાલત હજુ પણ નાજુક છે. યુપી પોલીસે પીડિત કોન્સ્ટેબલ સાથે બળાત્કારની ઘટનાને નકારી કાઢી છે. આ ઘટના પર અલ્હાબાદ હાઈકોર્ટ નારાજ છે. રવિવારે રાત્રે સુનાવણી બાદ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માંગ્યો છે. બે ન્યાયાધીશોની ખંડપીઠે તપાસ સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીને સોમવારે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. અધિકારીએ કોર્ટમાં હાજર રહીને જણાવવું પડશે કે આ કેસમાં અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે? સરકારે એ પણ જણાવવું પડશે કે આ કેસમાં હજુ સુધી આરોપીઓની ઓળખ કરવામાં આવી છે કે નહી અને તેમની ધરપકડ કરવામાં આવી છે કે નહીં. આજે કોર્ટમાં યોજાનારી સુનાવણી દરમિયાન રેલવે વતી કેન્દ્ર સરકારના એડિશનલ સોલિસિટર જનરલે હાજર રહેવાનું રહેશે. આ કેસમાં રવિવારે રાત્રે થયેલી સુનાવણીમાં કોર્ટે યુપી સરકારના એડિશનલ એડવોકેટ જનરલ મનીષ ગોયલ, સરકારી એડવોકેટ એકે સેન્ડ, એડિશનલ ગવર્મેન્ટ એડવોકેટ જેકે ઉપાધ્યાય અને એડિશનલ ચીફ સ્ટેન્ડિંગ કાઉન્સેલ પ્રિયંકા મિદ્ધાને સમન્સ પાઠવ્યા હતા.
ચીફ જસ્ટિસ પ્રિતિંકર દિવાકર અને જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવની ડિવિઝન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. હાઈકોર્ટના વકીલ રામ કુમાર કૌશિકે પણ આ મામલે ચીફ જસ્ટિસને પત્ર આપીને પીઆઈએલ તરીકે સ્વીકારવાની વિનંતી કરી હતી. ત્રણ દિવસ પહેલા મહિલા કોન્સ્ટેબલ સાથે ટ્રેનમાં બર્બરતાની ઘટના બની હતી. પીડિત મહિલા કોન્સ્ટેબલ સરયુ એક્સપ્રેસ ટ્રેનમાં સવાર હતી અને લોહીથી લથપથ અર્ધ નગ્ન હાલતમાં મળી આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કહેવાય છે કે મહિલા કોન્સ્ટેબલની હાલત નાજુક છે.