વિજળી પડતાં ઈડરના કાબસો ગઢામાં એક મહિલા અને મોડાસામાં ૧૬ પશુઓએ જીવ ગુમાવ્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સાબરકાંઠા : ઉત્તર ગુજરાત સહિત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક સ્થળોએ વીજળી પડવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વીજળી પડવાની ઘટના નોંધાઈ હતી. જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો છે. અરવલ્લી જિલ્લામાં ૩ અને સાબરકાંઠા જિલ્લામાં એક સ્થળે વીજળી પડવાની ઘટના નોંધાઈ હતી. અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં વીજળી વરસાદ દરમિયાન પડી હતી. જેમાં એક ૧૬ પશુઓ મોતને ભેટ્યાં હોવાના સમાચાર સામે આવ્યા છે. રવિવારે સવારથી જ વાતાવરણ વાદળોથી ઘેરાયેલુ હતુ અને ગાજવીજ સાથે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ શિયાળામાં સર્જાઈ ગયો હતો. ઈડર તાલુકાના કાબસો ગઢા ગામે એક મહિલાનુ વીજળી પડવાથી મોત નિપજ્યુ હતુ. ૫૬ વર્ષીય મહિલા કમળાબેન પરમાર ખેતરમાં કામ કરી રહી હતી એ દરમિયાન વીજળી પડતા મહિલા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી. મહિલાને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યાનુ તબિબે જાહેર કર્યુ હતુ.

Page 24
Share This Article