નર વગર એનાકોન્ડાએ કુલ ૧૮ બાળકોને જન્મ આપ્યો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

વોશિગ્ટન : કોઇ પણ સહવાસ વગર ૧૮ બાળકોના જન્મથી દુનિયાના વૈજ્ઞાનિકો હેરાન થયેલા છે. નર વગર એનાકોન્ડાએ ૧૮ બાળકોને જન્મ આપ્યો છે. અમેરિકા સ્થિત બોસ્ટનના એક એક્વેરિયમમાં માદા એનાકોન્ડાએ ૧૮ બાળકોને જન્મ આપ્યો છે. ૧૮ બાળકોને જન્મ આપનાર એના  નામની એનાકોન્ડાની વય આઠ વર્ષની રહેલી છે. તેની વય ૧૦ ફુટની છે. જીવ વૈજ્ઞાનિકો પણ દુનિયાભરમાં હેરાન થયેલા છે. એનાએ બાળકોને જન્મ કઇ રીતે આપ્યો છે તે બાબતને લઇને જીવ વૈજ્ઞાનકો પરેશાન છે. આ વૈજ્ઞાનિકો માત્ર આને ચમત્કારિક  ઘટના તરીકે ગણી રહ્યા છે.

જો કે મોડેથી તમામનુ ધ્યાન અન્ય બાબતો પણ ગયુ હતુ. ત્યારબાદ વૈજ્ઞાનિકોનુ ધ્યાન પાર્થોજેનેસિસ નામની એક દુર્લભ પ્રજનન પ્રક્રિયા પર ગયુ હતુ. આનો અર્થ એ થાય છે કે માદા જીવ નર વગર અથવા તો નરના સંપર્કમાં આવ્યા  વગર પોતે ગર્ભધારણ કરી શકે છે. પાર્થોજેનેસિસ ગ્રીક મુળના શબ્દો તરીકે છે. જેનો અર્થ કુવારી અથવા તો વર્જિન થાય છે. વોશિગ્ટન પોસ્ટમાં પ્રકાશિત કરવામાં આવેલા હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે જ્યારે લોકોની નજર એના પર ગઇ ત્યારે તેના ત્રણ બાળકો જ જીવિત હતા. તેના પૈકી વધુ એકનુ મોત થયુ હતુ.

આ ઘટનાના સંબંધમાં ન્યુ ઇંગ્લેન્ડ એક્વેરિયમના જીવ વૈજ્ઞાનિક ટોરી બેબસને કહ્યુ હતુ કે અમે તમામ આ બાબતને જાઇને હેરાન હતા કે તમામ બેબી એકાકોન્ડા અહીંથી અહીં ફરી રહ્યા હતા. દુનિયામાં આ પ્રકારનો બીજા કેસ સપાટી પર આવ્યો છે. ચોડમાં ખુબ જ સામાન્ય પ્રક્રિયા તરીકે પાર્થોજેનેસિસ પ્રક્રિયા રહેલી છે.

Share This Article