પાંચ વર્ષમાં ભાજપ વધારે મજબુત

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

લોકસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યા બાદ કોની કેવી સ્થિતી છે તેને લઇને રાજકીય ગણતરીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ પક્ષો પોત પોતાની વ્યુહરચનાને આખરી ઓપ આપવામાં લાગી ગયા છે. રાજકીય પંડિતો પણ પોતાની મુલ્યાંકનની પ્રક્રિયામાં લાગી ગયા છે. જા કે દેશની રાજકીય ગતિવિધીઓમાં સક્રિય રીતે સામેલ રહેલા લોકો આંકડા સાથે માહિતી આપતા કહે છે કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે કોંગ્રેસ કરતા વધારે સંખ્યામાં સીટો મેળવી છે. ભાજપે કોંગ્રેસ કરતા વધારે રાજ્યોમાં જીત મેળવી છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા પર નજર કરવામાં આવે તો પાંચ વર્ષમાં થયેલી રાજય વિધાનસભાની ચૂંટણીમાં દરેક ત્રણમાંથી ઓછામાં ઓછા એક ભાજપના સભ્યે જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસની હાલત તો વધારે ખરાબ છે.

કોંગ્રેસના દરે ચાર ઉમેદવાર પૈકી એક ઉમેદવારની જીત થઇ છે. આંકડા એમ પણ કહે છે કે અન્ય પાર્ટીઓ આમાં સૌથી આગળ રહી છે. જેમાંથી કેટલી પાર્ટીઓ તો રાષ્ટ્રીય પાર્ટીઓ સાથે જાડાયેલી છે. જા કે મોટા ભાગના ધારાસભ્યો એવા છે જે અન્ય પક્ષો સાથે સંબંધ ધરાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં આંકડા પર ચૂંટણીને લઇને નજર કરવામાં આવે તો કહી શકાય છે કે આશરે અડધી સીટો અન્યોના ખાતામાં પહોંચી ગઇ છે. કોંગ્રેસ, ભાજપ અને અન્ય પક્ષોના ધારાભ્યોની કુલ સંખ્યા માટે મુલ્યાંકનમાં વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીથી લઇને ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. કુલ ચૂંટી કાઢવામાં આવેલા ધારાસભ્યોની સંખ્યા ૪૨૩૦ જેટલી રહી છે. જેમાં દિલ્હી અને પુડ્ડુચેરી પણ સામેલ છે. ભાજપના આમાંથી ૧૨૮૧ ધારાસભ્યો જીતી ગયા છે. કોંગ્રેસના ૯૩૮ સભ્યો જીતી ગયા છે. છેલ્લા પાંચ વર્ષમાં જે રાજ્યોમાં ચૂંટણી થઇ છે ત્યાં કોંગ્રેસની જે દુર્દશા થઇ છે તે મુજબ ઓ આંકડો એટલો ઓછો નથી. ડાબેરીઓની હાલત પણ જીતની દ્રષ્ટિએ ખુબ ખરાબ છે. તેની હાલત ખુબ ખરાબ હોવા છતાં ૧૨ રાજ્યોમાં લેફ્ટના ધારાસભ્યો રહેલા છે. જા કે સંખ્યાબળની દ્રષ્ટિએ માત્ર ત્રણ રાજ્યોમાં તેમની હાજરી છે.

જેમાં કેરળ, બંગાળ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ ત્રણેય રાજ્યોમાં ડાબેરીઓની સંખ્યા નહીંવત નથી. કેરળમાં તો ડાબેરીઓની સરકાર છે. આ ત્રણ રાજ્યો ઉપરાંત નવ રાજ્ય એવા છે જ્યાં લેફ્ટના કમ સે કેમ એક ધારાસભ્ય ચોક્કસપણે છે. લેફ્ટના કુલ ૧૩૮ ધારાસભ્યો વર્ષ ૨૦૧૪ બાદથી હજુ સુધી જીતી ગયા છે. રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્યોની જીતની સંખ્યા જાવામાં આવે તો અન્ય પાર્ટીઓની સંખ્યા વધારે દેખાય છે. અન્ય પક્ષોએ સંખ્યાબળની દ્રષ્ટિએ વધારે સીટો મેળવી લીધી છે. ભાજપના ધારાસભ્યોની સંખ્યાની તુલનામાં  આ આંકડો દોઢ ગણો છે. અન્ય પાર્ટીઓ દ્વારા કુલ ૧૮૭૩ સીટો છેલ્લા પાંચ વર્ષમાં જીતી લેવામાં આવી છે. આમાંથી પણ કેટલી પાર્ટીઓ ત એવી રહી છે જે વિતેલા વર્ષોમાં ભાજપની સાથે સંબંધ રાખી ચુકી છે. વર્ષ ૨૦૧૪માં ટીડીપી અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી. બિહારમાં જીતનરામ માંઝી, રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપી અને ઉપેન્દ્ર કુશવાહની પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. કોંગ્રેસ પાર્ટીએ પણ અનેક પક્ષોની સાથે મળીને ચૂંટણી લડી હતી.

આરજેડી અને જેડીયુ જેવી પાર્ટીએ બિહારમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. જા કે ચૂંટણી બાદ ઝડપથી રાજકીય ઘટનાક્રમનો દોર બદલાઇ ગયો હતો. જેડીયુ હવે ભાજપની સાથે છે. આ પાર્ટીઓની સંખ્યાને છોડી દેવામાં આવે તો કેટલીક એવી પાર્ટીઓ છે જે પાર્ટીઓએ કોઇ મોટા સાથી પક્ષોની સાથે નહીં બલ્કે એકલા હાથે ચૂંટણી લડી હતી. જેમાંથી કેટલાક પક્ષોની હાલત પોતાના રાજ્યમાં પોતાની સારી છે. જેમ કે તમિળનાડુમાં અન્નાદ્રમુક, ઓરિસ્સામાં બિજુ જનતા દળ, મહારાષ્ટ્રમાં સિવ સેના એવી પાર્ટી છે જે પોતાની સ્થિતી મજબુત ધરાવે છે.

Share This Article