રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે રૂ. ૨,૦૦૦ની નોટો પાછી ખેંચી લેવાના ર્નિણયને એક મહિનાનો સમય થઈ ગયો છે. આ સમયગાળામાં કુલ રૂ. ૩.૬૨ લાખ કરોડની ચલણી નોટમાંથી રૂ. ૨.૪૧ લાખ કરોડથી વધુની રકમની ૨૦૦૦ની ચલણી નોટ બેંકમાંથી પાછી આવી છે એટલે કે, બે તૃતીયાંશ ચલણી નોટ પરત આવી છે. તેમણે એમ પણ કહ્યું કે હવે જે ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવામાં આવી રહી છે, તેનાથી અર્થતંત્ર પર કોઈ વિપરીત અસર નહીં થાય.રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગત ૧૯ મેના રોજ અચાનક રૂ. ૨૦૦૦ની નોટ પાછી ખેંચી લેવાનો ર્નિણય લીધો હતો. લોકોને ૩૦ સપ્ટેમ્બર સુધીમાં તેમના બેંક ખાતામાં રૂ. ૨,૦૦૦ની નોટ જમા કરાવવા અથવા અન્ય મૂલ્યની નોટો માટે બદલી લેવા માટે કહેવામાં આવ્યું છે. મૂલ્યની દ્રષ્ટિએ, માર્ચ ૨૦૨૩ માં, કુલ ૩.૬૨ લાખ કરોડ રૂપિયાની નોટો ૨,૦૦૦ રૂપિયાની હતી.દાસે કહ્યું, “ચલણમાં રહેલી રૂ. ૨,૦૦૦ની નોટો પાછી ખેંચી લેવાના ર્નિણય પછી, કુલ રૂ. ૩.૬૨ લાખ કરોડમાંથી બે તૃતીયાંશથી વધુ એટલે કે રૂ. ૨.૪૧ લાખ કરોડથી વધુ, બેન્કોમાં પાછી આવી છે.” તેમણે એમ પણ કહ્યું કે ૨૦૦૦ની આશરે ૮૫ ટકા નોટ બેંક ખાતામાં જમા સ્વરૂપે પાછી આવી છે.
અગાઉ, ૮ જૂને નાણાકીય નીતિ સમીક્ષા પછી, દાસે કહ્યું હતું કે ૧.૮ લાખ કરોડ રૂપિયાની ૨,૦૦૦ રૂપિયાની નોટો પાછી આવી છે. હાલમાં ચલણમાં રહેલી કુલ રૂ. ૨,૦૦૦ની નોટોના આ લગભગ ૫૦ ટકા છે. તેમાંથી, આશરે ૮૫ ટકા બેંક શાખાઓમાં જમા કરવામાં આવી હતી, જ્યારે બાકીની અન્ય મૂલ્યોની નોટો માટે બદલી કરવામાં આવી હતી.ભારતમાં ચલણમાંથી ૨,૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાથી અર્થવ્યવસ્થા પર કોઈ અસર થશે કે નહી તે અંગે વિશે પૂછવામાં આવતા, શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, “હું તમને સ્પષ્ટપણે કહી શકું છું કે, હવે જે ૨,૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવામાં આવી રહી છે, તેના કારણે અર્થવ્યવસ્થા પર કોઈ પ્રતિકૂળ અસર થવાની નથી.” રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આ ર્નિણયથી અર્થતંત્ર ઉપર કોઈ વિપરીત અસર પણ થશે નહીં.એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંકના રૂ. ૨,૦૦૦ની નોટ પાછી ખેંચવાના ર્નિણયથી, ૨૦૦૦ની નોટ વપરાશમાં ઝડપ આવી છે અને ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર ૬.૫ ટકાથી વધુ વધી શકે છે. રિપોર્ટ અનુસાર, “અમે ૨૦૦૦ રૂપિયાની નોટો પાછી ખેંચવાની અસરને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ૮.૧ ટકા રહેવાની અપેક્ષા રાખીએ છીએ.
આ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના અંદાજની પુષ્ટિ કરે છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં જીડીપી વૃદ્ધિદર ૬.૫ ટકાનો આરબીઆઈએ સેવેલા અંદાજ કરતાં વધુ હોઈ શકે છે.રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર ૬.૫ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે રિપોર્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દાસે કહ્યું, “જ્યારે ૨,૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો, ત્યારે તેને આર્થિક વૃદ્ધિ સાથે કોઈ લેવાદેવા ન હતી. આ ર્નિણયનું પરિણામ જે આવે તે પછીથી જાણવા મળશે.” પરંતુ એક વાત હું કરી શકું છું. તમને સ્પષ્ટપણે જણાવી દઈએ કે હવે જે ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવામાં આવી રહી છે તેનાથી અર્થવ્યવસ્થા પર કોઈ વિપરીત અસર નહીં થાય. હજુ કેટલું સકારાત્મક પરિણામ આવે છે તે તો પછી ખબર પડશે.