પ્રભાખેતાન ફાઉન્ડેશન”, “અહેસાસ-વુમન”, “કર્મા ફાઉન્ડેશન” અને “ધ હાઉસ ઓફ એમજી” ના સહયોગથી 25 જુન, 2022 શનિવારની સાંજ કવિયત્રી ચિત્રા દેસાઈની કલમની સુવાસથી મહેંકી ઉઠી. આ કાર્યક્રમનું સંચાલન સાહિત્ય રસિક એવા કવિ રવીન્દ્ર મરડિયા એ કર્યું . ચિત્રા દેસાઈની કવિતાની સફરની મઝા ત્યાં ઉપસ્થિત સૌ શ્રોતા ગણે માણી. જ્યારે એમના પુસ્તકની ” सरसों से अमलतास ” ની વાત કરી ત્યારે વતન સાથે જોડાયેલ લાગણી ના દ્રશ્યો આંખ સામે તરવરી આવ્યાં. અને “दरारों में उगी दूब” કાવ્ય સંગ્રહમાં થી સુંદર કાવ્યોનું પઠન પણ એમની આગવી છટા સાથે થયું.