આર્થિક સમૃદ્ધિની સાથે સાથે કચરાના ઢગમાંથી નિકળી રહેલા મિથેન ગેસના પ્રમાણમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આના કારણે માનવ આરોગ્ય અને પર્યાવરણ પર ભારે નુકસાન થઇ રહ્યુ છે. જાણકાર લોકો કહે છે કે યોગ્ય વ્યવસ્થા અને યોગ્ય પ્રબંધન ન હોવાના કારણે આ કચરાને સીધી રીતે લેન્ડફિડ અથવા તો સીધી રીતે કચરાના ઢગલામાં ફેંકી દેવામાં આવે છે. જ્યાંથી ઉત્સર્જિત થનાર મિથેન ગેસ માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર ખતરા તરીકે ઉભરી આવે છે. વસ્તી વિસ્ફોટ, શહેરીકરણ તેમજ આર્થિક વિકાસની સાથે સાથે શહેરોથી નિકળનાર કચરામાં પણ દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. યોગ્ય વ્યવસ્થા કચરાના નિકાલ માટે હજુ સુધી કરવામાં આવી રહી નથી.
માનવ આરોગ્ય માટે કચરાના ઢગલામાંથી ઉત્સર્જિત થનાર ગેસ ખુબ ઘાતક અને વિનાશક પુરવાર થઇ શકે છે. ભારતીય અભ્યાસકારોએ અહેવાલમાં દાવો કર્યો છે કે કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. આના કારણે ભરાવ ક્ષેત્રમાંથી નિકળનાર મિથેન ગેસનો ઉપયોગ લીલી ઉર્જાના ઉત્પાદનમાં કરી શકાય છે. જેના કારણે પર્યાવરણને ગ્રીન હાઉસ ગેસના પ્રભાવથી બચાવવા માટે મદદ મળી શકે છે. અભ્યાસમાં સામેલ નવી દિલ્હી સ્થિત ટેરી સ્કુલ ઓફ એડવાન્સ્ડ સ્ટડીઝના શોધ કરનાર ડોક્ટર ચન્દ્રકુમાર સિંહે માહિત આપતા કહ્યુ છે કે કચરા ભરાવવાળા ક્ષેત્રોમાંથી નિકળનાર મોટા ભાગની ગેસોમાં બાયોગસના રૂપમાં ઉપયોગ કરવાની ક્ષમતા રહેલી છે. જે લીલી અને સ્વચ્છ ઉર્જાના સારા વિકલ્પ આપી શકે છે. અંદાજ છે કે કચરાના ઢગવાળા વિસ્તારોમાંથી નિકળનાર માત્ર ૨૦-૨૫ ટકા ગેસ એકત્રિત થઇ શકે છે. જ્યારે બાકી ગેસ વાતાવરણમાં મિક્સ થાય છે.
જો વ્યવસ્થિત રીતે ડિઝાઇન કરવામાં આવેલા નિયંત્રિત લેન્ડફિલ બનાવવામાં આવે તો ૩૦-૬૦ ટકા ગેસનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ રીતે પ્રાપ્ત થનાર ગેસ ઉર્જાના સીધા સોર્સ તરીકે બની શકે છે. તેનો ઉપયોગ વીજળીના ઉત્પાદન અને વાહનોના ફય્અલ તરીકે કરવામાં આવી શકે છે. અભ્યાસમાં એવી બાબત પણ નિકળીને આવી છે કે ભારતના કચરા ભરવાના ક્ષેત્રમાંથી મિથેન ગેસનુ ઉત્સર્જન વર્ષ ૧૯૯૯માં ૪૦૪ ગીગાગ્રામ હતુ. જે વર્ષ ૨૦૧૧માં અને વર્ષ ૨૦૧૫માં વધીને ક્રમશ ૯૯૦ અને ૧૦૮૪ ગીગાગ્રામ થયુ હતુ. એક ગીગાગ્રામ આશરે એક હજાર ટનના બરોબર હોય છે. અભ્યાસમાં વધારે જીડીપીવાળા રાજ્યોંમાં કચરાના કારણે ઉત્સર્જિત મિતેન ગેસનુ પ્રમાણ સૌથી વધારે આંકવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રમાં વર્ષ ૧૯૯૯-૨૦૦૦માં ૭૦ ગીગાગ્રામ મિથેન ઉત્સર્જિત થઇ રહી હતી. જે વર્ષ ૨૦૧૫માં વધીને ૨૦૮ ગીગાગ્રામ થઇ ગઇ હતી. ઉત્તરપ્રદેશમાં ૪૬ ગીગાગ્રામ મિથેન વર્ષ ૧૯૯૯માં કચરાના કારણે ઉત્સર્જિત થઇ હતી. જે વર્ષ ૨૦૧૫માં વધીને ૧૪૮ ગીગાગ્રામ થઇ ગઇ હતી. આવી જ રીતે ૧૫ વર્ષ પહેલા તમિળનાડુમાં ૪૧ ગીગાગ્રામ અને આંધ્રપ્રદેશમાં ૩૪ ગીગાગ્રામ મિથેનનુ ઉત્સર્જન કચરાના ઢગમાંથી થઇ રહ્યુ હતુ. જે વર્ષ ૨૦૧૫માં વધીને ક્રમશ ૧૧૨ ગીગાગ્રામ, ૮૯ ગીગાગ્રામ થઇ ગયુ હતુ.
ભારતમાં કચરાની વ્યવસ્થા તેને કચરાના ઢગ સુધી ફેંકી દેવા સુધી મર્યાદિત છે. આના કારણે વાતાવરણમાં માનવજનિત મિથેનગેસ ઉત્સર્જન સૌથી વઘારે હોય છે. મિથેન ગ્રીન હાઉસ ગેસના એક પ્રમુખ ઘટક તરીકે છે. જે ૧૦૦ વર્ષના ગાળામાં કાર્બન ડાયોક્સાઇડની તુલનામાં વૈશ્વિક તાપમાનને પ્રભાવિત કરવાની ૨૮ ગણી વધારે ક્ષમતા રાખે છે. કચરાનો યોગ્ય પ્રબંધન કરવામાં આવે તો મિથેન ગેસ કેટલાક શહેરોને રોશન કરવા માટેના સાધન તરીકે બની શકે છે. શોધ કરનાર અને અભ્યાસ કરનાર લોકોનુ કહેવુ છે કે શહેરી અપશિષ્ટમાં ઉચ્ચ ઉષ્મીય સ્તરવાળા જૈવ અઘટિત કચરાનુ પ્રમાણ વધારે રહે છે. જેનો ઉપયોગ વર્મી ક્મોસ્ટ તૈયાર કરવા અને ઉર્જા ઉત્પાદનમાં કરી શકાય છે. શહેરી કચરાના યોગ્ય નિકાલ માટે કેટલાક નવા પગલા અસરકારક રીતે લઇ શકાય છે. શહેરી કચરાના યોગ્ય પ્રબંધન અને તેના ઉપયોગને ધ્યાનમાં લઇને વર્ષ ૨૦૦૧માં શહેરી કચરાની સાથે જોડાયેલા કાનુનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૬માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ૧૯૮૬માં એક સુધારો કરવામાં આવ્યો હતો.
આ કાનુન જનજાગરુકતાના ફેલાવા અને યોગ્ય ટેકનોલોજીના ઉપયોગની ખાતરી કરવા માટે મદદરૂપ બની શકે છે. સમૃદ્ધિની સાથે સાથે વધતી મિથેન ગેસ પર બ્રેક પણ જરૂરી છે.