નવ દિલ્હી : લોકસભા ચૂંટણીના પાંચ તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ હવે તમામની નજર છઠ્ઠા તબક્કાની ચૂંટણી પર કેન્દ્રિત થઇ ગઇ છે. છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં આ વખતે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં પણ મતદાન થનાર છે. દિલ્હીની તમામ સાતેય બેઠકો પર હવે મતદાન થનાર છે. દિલ્હીમાં લોકસભા ચૂંટણી માટે હવે પ્રચાર ચરમસીમા પર છે. આવતીકાલે આઠમી મેના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે મેગા રેલી યોજાનાર છે. જેના પર દેશના લોકોની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મોદીની રેલીની સાથે સાથે નીચે મુજબ છે
- દિલ્હી લોકસભા ચૂંટણીના ભાગરૂપે યોજાનારી મોદીની મેગા રેલીમાં અઢી લાખ લોકો પહોંચશે તેવો ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો
- ઐતિહાસિક રામલીલા મેદાનની રેલીને સફળ બનાવવા માટે ભાજપે તમામ તાકાત લગાવી
- રેલીમાં કેટલી સંખ્યામાં લોકો પહોંચે છે અને મોદી શુ કહે છે તેને લઇને લોકોમાં ચર્ચા
- મંચ પર મોદીની સાથે દિલ્હીના તમામ મોટા નેતા અને સાતેય લોકસભા સીટના ઉમેદવારો હાજર રહે તેવી પ્રબળ સંભાવના છે
- રેલીમાં દુર દુરથી લોકો આવી શકે તે માટે પાંચ હજાર બસ બુક કરવામાં આવી
- મોટી સંખ્યામાં લોકો મેટ્રો અને ખાનગી વાહનો મારફતે પણ દિલ્હી પહોંચશે
- મોદીના સ્વાગત માટે માર્ગની બંને બાજુ પર લોકો ઉપસ્થિત રહશે
- મોદીની રેલી વેળા આઠમ મેના દિવસે કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે
- રામલીલા મેદાનની અંદર અને બહાર લોકોની સુવિધા માટે ૧૦-૧૦ એલઇડી સ્ક્રીન મુકવામાં આવ્યા
- મોદીની મેગા રેલીને વિજય સંકલ્પ રેલી નામ આપવામાં આવ્યુ છે
- દિલ્હીમાં મોદીની એકમાત્ર રેલી રહે તેવી શક્યતા છે
- દિલ્હીમાં ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવારો માટે રેલી ઉપયોગી રહેશે