મેલબોર્ન : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ આવતીકાલથી શરૂ થઇ રહી છે. આ ટેસ્ટ મેચને લઇને ભારતીય ટીમ પર વધારે દબાણ છે. કારણ કે આ પહેલા પર્થ ટેસ્ટમાં તેની હાર થઇ હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમમાં રવિન્દ્ર જાડેજા સહિત ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે.મેલબોર્ન ટેસ્ટની સાથે સાથે નીચે મુજબ છે.
- બંને ટીમો એક એક ટેસ્ટ મેચ જીતી ચુકી છે જેથી ત્રીજી ટેસ્ટ નિર્ણાયક રહી શકે છે
- એડિલેડ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે જીત મેળવી હતી જ્યારે પર્થ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી
- ઓસ્ટ્રેલિયાની જમીન પર ૭૦ વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતવા માટેની ટીમ ઇન્ડિયાને તક છે
- ભારતીય અંતિમ ઇલેવનમાં રોહિત શર્મા અને મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- ભારતીય ટીમ ઇતિહાસને ભુલીને જારદાર દેખાવ કરવા તૈયાર છે
- સતત નિષ્ફળ રહેલી ઓપનિંગ જાડી મુરલી વિજય અને લોકેશ રાહુલને પડતા મુકી દેવામાં આવ્યા છે. ઝડપી બોલર ઉમેશ યાદવ પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી
- ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ૪૬ ટેસ્ટ મેચો પૈકી ભારતે માત્ર છ ટેસ્ટ મેચ જીતી છે. વર્ષ ૨૦૦૩-૦૪માં રાહુલ દ્રવિડના કારણે ટીમ ઇન્ડિયાને જીત મળી હતી.
- ભારતની વાત કરવામાં આવે તો ભારતે વર્ષ ૨૦૦૦ બાદથી ૧૯ ટેસ્ટ મેચ રમી છે. જે પૈકી ભારતને માત્ર ત્રણ ટેસ્ટ મેચ જીતવામાં સફળતા મળી છે. જ્યારે તેની ૧૧ ટેસ્ટમાં હાર થઇ છે. પાંચ ટેસ્ટ ડ્રો રહી છે.
- ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે
- ઓસ્ટ્રેલિયન ટીમમાં મિશેલ માર્શનો સમાવેશ કરવામાં આવ્યો
- ટેસ્ટ મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે
- મિશેલ સ્ટાર્કને ૨૦૦ વિકેટની સિદ્ધી સુધી પહોંચી જવા ચાર વિકેટેની જરૂર છે
- નાથન લિયોન ઘર આંગણે ભારત સામે એક સ્રેણીમાં સૌથી વધારે વિકેટ ઝડપી લેવાનો રેકોર્ડ પહેલાથી જ ધરાવે છે
- વર્તમાન શ્રેણીમાં તે બે ટેસ્ટમાં ૧૬ વિકેટ ઝડપી ચુક્યો છે