નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલાના ૧૨માં દિવસે આજે ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જારદાર હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓના તમામ કેમ્પો અને અડ્ડાઓને ફુંકી માર્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કરીને ત્રાસવાદીઓ અને તેમના આકાઓને તેમની ઓકાત બતાવી હતી અને મિનિટોના ગાળામાં જ ત્રાસવાદી અડ્ડાઓને ફુંકી મારીને ૩૫૦થી પણ વધુ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓમાં તેમના કમાન્ડરો, આકાઓ અને આત્મઘાતી બોંબરોનો સમાવેશ થાય છે. હવાઈ હુમલાની સાથે સાથે નીચે મુજબ છે.
- હવાઇ હુમલાનો ગાળો ૨૧ મિનિટ સુધી ચાલ્યો હોવાનો દાવો કરાયો
- ભારતીય હવાઇ દળે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ઘુસીને જારદાર હવાઇ હુમલા કર્યા હતા
- પાકિસ્તાનના પોકમાં ચાલી રહેલા તમામ ત્રાસવાદી કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા. ભારતીય હવાઇ દળે આજે વહેલી સવારે હવાઇ હુમલા કર્યા હતા
- ભારતીય હવાઇ દળના વિમાનોએ સતત ૨૧ મિનિટ સુધી ત્રાસવાદી અડ્ડા પર બોંબ ઝીંકયા હતા.
- ૧૨ મિરાજ વિમાનો મારફતે હુમલો કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં જારદાર હુમલો કરવામાં આવ્યો હતો
- ત્રાસવાદી કેમ્પ પર સતત બોંબ ઝીંકવામાં આવ્યા હતા.જેશે મોહમ્મદના અલ્ફા-૩ કન્ટ્રોલ રૂમ સહિત કેટલાક કેમ્પોને ફુંકી મારવામાં આવ્યા હતા
- અજિત ડોભાલે સવારે સફળ હુમલો કરવામાં આવ્યા બાદ આ સંબંધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી
- હાલમાં સાવધાની રાખવામાં આવી છે. બાલાકોટ અને મુજફ્ફરબાદમાં હુમલા કરવામાં આવ્યા બાદ ત્રણ વાગેથી સવારે બોમ્બ ઝીંકવાની શરૂઆત કરવામાં આવી હતી
- પુલવામા હુમલો કરવામાં આવ્યાના ૧૨ દિવસ બાદ હવાઇ હુમલા કરવામાં આવ્યા
- હવાઈ હુમલા કરવામાં આવ્યા બાદ ભારતીય વિદેશ સચિવ ગોખલેએ પત્રકાર પરિષદ યોજીને હુમલા અંગે માહિતી આપી
- જૈશના આતંકવાદી અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હોવાનો ગોખલેએ દાવો કર્યો
- જૈશના ત્રાસવાદીઓના અડ્ડા પર નોન મિલિટ્રી એક્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો ગોખલેએ દાવો કર્યો
- ભારતમાં જૈશના ત્રાસવાદીઓ વધુ હુમલા કરવાની ફિરાકમાં હતા જેથી હવાઈ હુમલા ખુબ જરૂરી બની ગયા હતા તેવો ગોખલેએ દોવા કર્યો
- ભારતના હવાઈ હુમલામાં અનેક મોટા ત્રાસવાદીઓ, સિનિયર કમાન્ડરો અને જેહાદીઓ મોતને ઘાટ ઉતારી દેવાયા
- જૈશના અડ્ડાઓને ટાર્ગેટ બનાવીને હુમલા કરાયા
- પાંચ દશકના ગાળા બાદ ભારતે સરહદ પાર કરીને ત્રાસવાદી અડ્ડાઓ ઉપર હુમલો કર્યો
- ૧૯૭૧ના યુદ્ધમાં અગાઉ ભારતીય હવાઈ દળે સરહદ પાર કરીને હુમલા કર્યા હતા
- ભારતે પોકની અંદર જારદારરીતે ઘુસીને કાર્યવાહી કરી
- ભારતીય હવાઈ દળના વિમાનો પોકથી પણ ૮૦ કિલોમીટર સુધી અંદર ઘુસ્યા
- પાકિસ્તાનના ખેબર પખ્તુનખ્વા ત્રાસવાદી અડ્ડાઓને ઉટાવ્યા
- લેસર ગાઈડેડ બોંબનો ઉપયોગ કરવામાં આવ્યો
- જૈશના અડ્ડાઓને ટાર્ગેટ બનાવીને હુમલા કરાયા
- દેશભરમાં પંજાબ અને ગુજરાત સહિત રાજ્યોમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી
- સંભવિત કાર્યવાહીને પહોંચી વળવા માટે પણ તમામ પગલા લેવાયા
- હવાઈ હુમલાની સફળતા બાદ દેશભરમાં દિવાળી જેવો માહોલ છવાયો
- મોદીએ સુરક્ષા જવાનોની કાર્યવાહીની ફરી એકવાર પ્રશંસા કરી
- પાકિસ્તાનમાં હુમલા બાદ દેશના એરપોર્ટને પણ એલર્ટ કરાયા
- આર્મી ચીફ બિપીન રાવત, વાયુ સેનાના વડા બીએસ ધનોવાની પરિÂસ્થતિ પર નજર
- મોડી સાંજે સુષ્મા સ્વરાજ અને અન્યોના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક મળી
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિને હુમલા અંગે માહિતી આપી
- તમામ રાષ્ટ્રીય પક્ષોએ પણ સેનાના પરાક્રમની પ્રશંસા કરી