બેંગ્લોર : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે બેંગ્લોરમાં બીજી ટ્વેન્ટી મેચ રમાનાર છે. પ્રથમ ટ્વેન્ટી મેચમાં કંગાળ દેખાવ કર્યા બાદ ભારતીય ટીમ બીજી ટ્વેન્ટીમાં જારદાર દેખાવ કરીને શ્રેણી બરોબર કરવા માટે સજ્જ છે. પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે જીતી લીધી હતી. જો કે, આવતીકાલે રમાનારી મેચમાં ભારતીય ટીમ જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. સ્ટાર ખેલાડીઓ ઉપર નજર રહેશે. ટ્વેન્ટી શ્રેણી બાદ વનડે શ્રેણીની શરૂઆત બીજી માર્ચના દિવસે થશે.મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે ટ્વેન્ટી શ્રેણીની બીજી મેચ આવતીકાલે બેંગ્લોરમાં રમાશે
- પ્રથમ મેચ ગુમાવી દીધા બાદ ભારતીય ટીમ ઉપર જીત મેળવવા માટેનું દબાણ
- વિરાટ કોહલી, રોહિત શર્મા, ધોની અને અન્ય સ્ટાર ખેલાડીઓ પાસેથી સારા દેખાવની અપેક્ષા
- ઘરઆંગણે ભારતીય ટીમ હોટફેવરીટ તરીકે બેંગ્લોર મેદાનમાં ઉતરશે
- ભારતીય ટીમ અને પ્રવાસી ટીમની સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે
- પુલવામા ખાતે ભીષણ ત્રાસવાદી હુમલા અને ત્યારબાદ પોકમાં ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ બંને ટીમોની સુરક્ષા વધારાઈ
- હાલમાં ભારતીય ટીમ વિદેશમાં ડંકો વગાડીને પરત ફરી છે
- ભારતે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વનડે શ્રેણી જીતીને ઇતિહાસ સર્જયો હતો
- ઓસ્ટ્રેલિયા ઉપરાંત ન્યુઝીલેન્ડમાં પણ ભારતીય ટીમ જારદાર દેખાવ કરી ચુકી છે
- ઓસ્ટ્રેલિયા પાસે પણ ફિન્ચ અને મેક્સવેલ સહિતના કેટલાક હાર્ડ હિટિંગ બેટ્સમેનો છે
- બેંગ્લોર ખાતે મેચને લઇને પહેલાથી જ તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી
- હાર્દિક પંડ્યા સ્વસ્થ ન હોવાના કારણે તે રમનાર નથી
- બંને સિરિઝ માટે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન રાહુલની વાપસી થઇ હતી
- બંને સિરિઝ માટે ટીમમાં કેપ્ટન વિરાટ કોહલી, ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન રાહુલની વાપસી થઇ હતી
- ફિન્ચના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમ પણ હાલમાં ભારત સામે ાર ખાધા બાદ સારો દેખાવ કરવા ઈચ્છુક
- બેંગ્લોરમાં ક્રિકેટ ફિવર ફરી વળ્યા બાદ હાઉસફુલનો શો રહે તેવી શક્યતા
- વિરાટ કોહલી અને ભારતીય ટીમ પાસેથી બીજી મેચમાં જારદાર દેખાવની અપેક્ષા હોવાથી ટીવી ઉપર પણ કરોડો લોકો મેચ નિહાળશે