અમદાવાદમાં આવેલું ડ્રાઇવ-ઇન સિનેમા રિલાયન્સ ગ્રુપે ખરીદી લીધું હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

અમદાવાદમાં આવેલું ઓપન એર અને જાણીતું એવું  ‘ડ્રાઇવ-ઇન સિનેમા’ દેશના પ્રતિષ્ઠિત રિલાયન્સ ગ્રુપને વેચવામાં આવ્યું હોવાની ચર્ચા સોશિયલ મિડિયા પર આજે દિવસભર અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ચાલી હતી.

સાથે સાથે ડ્રાઇવઇન સિનેમા અંગે એવા મેસેજ પણ ફરતા થયા હતા કે, રિલાયન્સ ગ્રુપ આ વિશાળ જગ્યાએ કોકીલાબેન અંબાણી મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ બનાવશે. જો કે, મોડી રાત સુધી આ સમાચારને રિલાયન્સ ગ્રુપે, ડ્રાઇવઇન સિનેમાના સંચાલકો કે કોઈ અધિકૃત સૂત્રોએ સમર્થન કે રદિયો આપ્યો નહોતો.

Share This Article