અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ફરીથી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયા બાદ ફરીવાર સવારના ગાળામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ગઇકાલની સરખામણીમાં આજે લઘુત્તમ તાપમાન ફરી એકવાર ઉલ્લેખનીયરીતે ઘટી ગયું હતું. અદમાવાદમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૧૩.૨ ડિગ્રી થયું હતું જ્યારે ડિસામાં ૧૨.૩, ગાંધીનગરમાં ૧૩, વલસાડમાં ૧૪.૧, અમરેલીમાં ૧૫.૬, નલિયામાં ૧૨.૬ અને કંડલા એરપોર્ટ ખાતે પારો ૧૬.૬ ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થવાની શક્યતા છે પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં તબક્કાવારરીતે વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.
હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ઘટીને ૧૩ ડિગ્રી થઇ શકે છે. સ્વાઈન ફ્લુના આતંક વચ્ચે લઘુત્તમ તાપમાનમાં અવિરત ફેરફારની સ્થિતિ જાવા મળી રહી છે. ફુલગુલાબી ઠંડી વચ્ચે મો‹નગ વોક પર જતા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં ઘટીને ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઠંડીના પ્રમાણમાં ફરી એકવાર વધારો થયો છે. અલબત્ત ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે.
હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ હવે હિમવર્ષામાં બ્રેક મુકાતા જનજીવન ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. મુખ્ય રસ્તાઓને પણ બરફને દૂર કરવામાં આવ્યા બાદ ખોલી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો જેથી આજે દિવસ દરમિયાન લોકોમાં વાતાવરણને લઇને ચર્ચા જોવા મળી હતી. થોડાક દિવસ પહેલા જ બહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો અને જનજીવન પણ ખોરવાઈ ગયું હતું.