અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતભરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને કચ્છ, ભાવનગર, વલસાડ,સુરત, અમદાવાદ અને ગાંધીનગરમાં કોલ્ડવેવનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયો છે. આજે અમદાવાદમાં પારો ગગડીને ૮ સુધી પહોંચી ગયો હતો જ્યારે નલિયામાં પારો ગગડીને ૭.૮ ડિગ્રી થઇ ગયો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો હવે ૧૦થી પણ નીચે પહોંચી ગયો છે. આજે સૌથી વધારે ઠંડીનો અનુભવ ગાંધીનગરમાં થયો હતો જ્યાં પારો ૬.૮ ડિગ્રી રહ્યો હતો. કોલ્ડવેવની સ્થિતિના કારણે લોકો સાવધાન થયેલા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે.
અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પારો આવતીકાલે યથાસ્થિતિમાં રહી શકે છે અને તાપમાનમાં નજીવો ફેરફાર જાવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૭ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાનના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસના ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં ઠંડી વધી પારો ૮ સુધી પહોંચી શકે.
અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડી પ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વ†ોના બજારમાં જારદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જાવા મળી રહી છે.