અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જનજીવન ઉપર પણ માઠી અસર થઇ છે. જારદાર ઠંડા પવનોથી લોકો ફરી એકવાર ગરમ વ†ોમાં આવી ગયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત સમગ્ર ગુજરાત માટે કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવતા આગામી બે દિવસ દરમિયાન કાતિલ ઠંડીથી કોઇ રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. લઘુત્તમ તાપમાનમાં જારદાર ઘટાડો નોંધાઈ ગયો છે. આજે અમદાવાદમાં પણ પારો ગગડીને ૧૦થી નીચે પહોંચ્યો હતો. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પારો આજે ૧૦થી નીચે પહોંચી ગયો હતો. ડિસા ઠંડુગાર બની ગયું હતું. ડિસામાં પારો ગગડીને ૬.૪ ડિગ્રી થયો હતો જ્યારે નલિયામાં ૭.૪ ડિગ્રી તાપમાન રહ્યું હતું.
ગાંધીનગરમાં ૮.૫ અને અમદાવાદમાં ૯.૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારો કોલ્ડવેવના સકંજામાં આવી ગયા છે. આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં હજુ ઘટાડો થઇ શકે છે. ઉત્તર પશ્ચિમ પવનો નિચલી સપાટી ઉપર ફુંકાઈ રહ્યા છે. અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, વડોદરા, સુરત, સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ, અમરેલીમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન આજની સરખામણીમાં ઘટી શકે છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, ઠંડીની સિઝનની પૂર્ણાહૂતિના ગાળા દરમિયાન ફરીવાર લોકોને ઠંડીનો અનુભવ થશે અને લોકોને હાલમાં ગરમ વસ્ત્રો તૈયાર રાખવા પડશે.
દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે જેની અસર પણ જાવા મળી શકે છે. આજે કાશ્મીરમાં નવેસરથી હિમવર્ષા થઇ હતી. જા કે, ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં એકાએક વધારો થયો જેથી આજે દિવસ દરમિયાન લોકોમાં વાતાવરણને લઇને ચર્ચા જાવા મળી હતી. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા જારી રહી છે જેના કારણે એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં એક બાજુ હિમવર્ષાની મજા માણવામાં આવી રહી છે પરંતુ રાજમાર્ગો ઉપર યાત્રી વાહનો અને ટ્રકોની લાંબી લાઇનો લાગી ગઈ છે. કારણ કે, ભારે હિમવર્ષાના કારણે જમ્મુ કાશ્મીરના મુખ્ય માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફ નજરે પડે છે. વાહનો જ્યાં રોકાયા છે ત્યાં જ જીવન અટવાઈ પડ્યું છે. બરફને દૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્રણેય રાજ્યોમાં ભારે હિમવર્ષાના કારણે ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઇ છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાની અસર જાવા મળી શકે છે.