અમદાવાદ : સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં આજે પણ હળવો વરસાદ જારી રહ્યો હતો. બીજી બાજુ અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારે જોરદાર ઠંડા પવનો ફુંકાયા હતા. સાથે સાથે વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હળવા વરસાદી ઝાપટાના પરિણામ સ્વરુપે ગઇકાલે જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે. આનો મતલબ એ થયો કે, જોરદાર ઠંડીનો ચમકારો જાવા મળી શકે છે. બીજી બાજુ રાજ્યના અન્ય ભાગોમાં પણ તીવ્ર ઠંડીનું મોજુ જાવા મળી રહ્યું છે.
તાપમાન ઉંચુ હોવા છતાં ઠંડીનો ચમકારો દેશના અન્ય ભાગોની જેમ જ ગુજરાતમાં પણ અનુભવાઈ રહ્યો છે. દિલ્હી અને એનસીઆરમાં વરસાદ તેમજ હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જાવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૨૩ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે પરંતુ ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્ય વરસાદી ઝાપટા જારી રહી શકે છે. રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સાઈક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. જેની અસર આજે દેખાઈ હતી. આ વારસાદી માહોલના કારણે ફરી એકવાર ઠંડા પવનો ફુંકાવાની શરૂઆત થઈ ગઈ છે.
અમદાવાદ શહેરમાં પણ તેની અસર જાવા મળે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સોમવારના દિવસે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગોમાં કમોસમી વરસાદના પરિણામ સ્વરૂપે ફરી એકવાર ખેડુતો અને સામાન્ય લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. કમોસમી વરસાદના લીધે ખેડુતોને જીરૂ અને શિયાળા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. આ પ્રકારના કમોસમી વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૩.૮ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ શહેરમાં આજે વહેલીસવારથી જ ઠંડા પવનો ફુંકાયા હતા. જા કે, ગુજરાતની સાથે સાથે દિલ્હી અને એનસીઆર તેમજ અન્ય મેદાની ભાગોમાં પડતા તેની અસર જાવા મળી હતી. હવામાન વિભાગ તરફથી વરસાદની કોઇ આગાહી નથી પરંતુ તાપમાન ઘટશે.