નવી દિલ્હી : ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનને ભારે ત્રાસ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનની કસ્ટડીમાં આવી ગયા બાદ તેમને ૪૦ કલાક સુધી હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા. તેમને માર પણ મારવામા આવ્યો હતો. પાકિસ્તાનની કુખ્યાત સંસ્થા આઇએસઆઇ દ્વારા ૪૦ કલાક સુધી ટોર્ચર કરવાની બાબત સપાટી પર આવી છે. જેથી ખળભળાટ મચી ગયો છે. અભિનંદન જ્યારે પાકિસ્તાનની કસ્ટડીમાં હતા ત્યારે કલાકોના ગાળામાં જ તેમને ઇસ્લામાબાદથી રાવલપિંડીમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓ માત્ર ચાર કલાક પાકિસ્તાનન આર્મીના કસ્ટડીમાં રહ્યા હતા. જ્યારે આશરે ૪૦ કલાક સુધી પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના ક્ટડીમાં રહ્યા હતા.
આ ગાળા દરમિયાન તેમને ખુબ પરેશાન કરવામા આવ્યા હતા. આઇએસઆઇના અધિકારીઓ દ્વારા લાંબી પુછપરછ કરવામાં આવી હતી. સાથે સાથે ભારતની ગુપ્તચર સંસ્થા રોને ને લઇને કેટલીક ટિપ્પણી પણ કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયના સુત્રો પાસેથી મળલી માહિતી મુજબ પાકિસ્તાનના યુદ્ધ વિમાન એફ-૧૬ને તોડી પાડવામાં આવ્યા બાદ વિંગ કમાન્ડરનુ વિમાન જ્યારે પાકિસ્તાનમાં પડ્યુ ત્યારે પહેલા તો અભિનંદન ઇસ્લામાબાદમાં પાકિસ્તાન આર્મીના કસ્ટડીમાં હતા.
જો કે અહીં ચાર કલાક સુધી જ રોકાયા હતા. ત્યારબાદ પાકિસ્તાનની કુખ્યાત સંસ્થા આઇએસઆઇના લોકો તેમને રાવલપિંડીમાં લઇ ગયા હતા. આઇએસઆઇની ઇન્વેસ્ટીગેશન સેલે તેમને ૪૦ કલાક સુધી સ્ટ્રોગ રૂમમાં રાખ્યા હતા. તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા. તેમની આંખ પર પાટા બાંધીને રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા.