સચિનના રેકોર્ડને તોડવાની વિલિયમસન -રૂટ પાસે તક

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લોર્ડસ : જેની ઉત્સુકતાપૂર્વક કરોડો ચાહકો રાહ જોઇ રહ્યા છે તે આઇસીસી વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતીકાલે યજમાન ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર છે. આ મેચને લઇને યજમાન દેશમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. આ વખતે વર્લ્ડ કપમાં હવે સચિન તેન્ડુલકરના એક વર્લ્ડ કપમાં સૌથી વધારે રનના રેકોર્ડને તોડવાની ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ઇંગ્લેન્ડના બેટ્‌સમેન જોઇ રૂટ પાસે તક રહેલી છે. ભારતના રોહિત શર્માએ વર્લ્તમાન વર્લ્ડ કપમાં પાંચ સદી સાથે ૬૪૮ રન કર્યા હતા. અને ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટ્‌સમેન ડેવિડ વોર્નરે ૬૪૭ રન કર્યા હતા. આ બંને સ્ટાર બેટ્‌સમેન નજીકના રેકોર્ડને તોડવાની બિલકુલ નજીક પહોંચી ગયા હતા. જોકે સચિનના રેકોર્ડને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા.

રોહિત શર્મા આ રેકોર્ડથી ૨૭ રન દુર રહી ગયો હતો. જ્યારે ડેવિડ વોર્નર ૨૮ રનથી આ રેકોર્ડથી દુર રહી ગયો હતો. બંને ટીમો સેમીફાઇનલમાં હારી ચુકી છે જેથી હવે તેમને કોઇ તક પણ નથી. આવી સ્થિતીમાં હવે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને ઇંગ્લેન્ડના રૂટ પર તમામની નજર છે. કેને હજુ સુધી ૫૪૮ રન કર્યા છે. જ્યારે રૂટે ૫૪૯ રન કર્યા છે. રૂટ આવતીકાલની મેચમાં સદી ફટકારીને ૧૨૫ રન બનાવી લે છે તો તે ભારતના મહાન ખેલાડી સચિનના રેકોર્ડને તોડી દેશે. રૂટને સચિનના ૧૬ વર્ષ જુના રેકોર્ડને તોડવાની તક રહેલી છે. આવી જ રીતે કેનને પણ તક રહેલી છે.

જો તે ૧૨૬ રન બનાવી લે છે તો તે પણ સચિનના રેકોર્ડને તોડી દેશે. હવે આ બંને સ્ટાર ખેલાડી પર નજર રહેશે. બંને ટીમો હાલમાં જોરદાર પ્રેકટીસ કરી રહી છે. ક્રિકેટ ચાહકો પણ આંકડા પર નજર રાખી રહ્યા છે. બંને ટીમો તેમના સ્ટાર બેટ્‌સમેનો પર આધાર રાખે છે.

Share This Article