આ મહિનાના ઉતરાર્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવાદોને લઈને ચર્ચામાં રહેનાર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ પોતાનું પદ છોડવું પડશે.
14 એપ્રિલના રોજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા અને VHP ના અધ્યક્ષ રાઘવ રેડ્ડીને પદ ઉપરથી હટાવીને નવા અધ્યક્ષ ચૂંટવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર RSSના નેતૃત્વમાં VHPને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, જરૂર પડે તો સંગઠનના સંવિધાન મુજબ સંગઠમાં ચૂંટણી કરવી.
14 મી એપ્રિલની કાર્યકારી બેઠકમાં સંઘપના અધિકારીઓ પણ સામેલ રહેશે. સંઘની પસંદ વી. કોકજે નવા VHP અધ્યક્ષ બની શકે છે. પ્રવીણ તોગડિયા અને રાઘવ રેડ્ડીનો કાર્યકાળ ગત ડિસેમ્બરમાં પૂરો થઈ ગયો છે. 29મી ડિસેમ્બરે ભુવનેશ્વરમાં આ અંગેની કાર્યકારી બેઠકમાં પ્રવીણ તોગડિયાના સમર્થકોના હંગામાને કારણે કોઈ નિર્ણય નહોતો લઈ શકાયો.
ગુજરાતમાં પાટીદાર આંદોલન અને મોદી વિરોધી પ્રવૃત્તિઓમાં પ્રવીણ તોગડિયાનો હાથ હોવાની માહિતી સંઘ પાસે હોવાને કારણે જ આ નિર્ણય લેવામાં આવી રહ્યા હોવાનું પણ એક કારણ છે.