૪જી ફોન બંધ કરશે સરકાર ? કંપનીઓએ તબક્કાવાર રૂ. ૧૦,૦૦૦ થી વધુ કિંમતના સ્માર્ટફોનનું ઉત્પાદન ધીમે ધીમે બંધ કરવું જોઈએ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મોદી સરકાર અને ટેલિકોમ કંપનીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ૫જી નેટવર્ક અને ૫જી સ્માર્ટફોનને લઈને કેટલાક ર્નિણયો લેવામાં આવ્યા છે. આમાં, ૫જી સ્માર્ટફોનમાં ૫ય્ સપોર્ટ સોફ્ટવેર અપડેટ્‌સ શક્ય તેટલી વહેલી તકે આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે ૫જી  સ્માર્ટફોનની ઉપલબ્ધતા વધારવાનું કહેવામાં આવ્યું હતું. સરકારે સૂચન કર્યું કે સ્માર્ટફોન કંપનીઓએ ૧૦,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતના તમામ સ્માર્ટફોન પર ૫જી કનેક્ટિવિટી ઑફર કરવી જોઈએ. આ પછી તે સ્પષ્ટ થઈ ગયું છે કે ટૂંક સમયમાં સ્માર્ટફોન કંપનીઓ ભારતમાં ૧૦,૦૦૦ થી વધુ કિંમતના ૪ય્ સ્માર્ટફોનનું ઉત્પાદન બંધ કરશે. આવી સ્થિતિમાં, ૧૦,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતના માર્કેટમાં વેચાતા તમામ સ્માર્ટફોન ૫ય્ હશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સએ મીટિંગમાં સૂચન કર્યું હતું કે સ્માર્ટફોન કંપનીઓએ તબક્કાવાર રૂ. ૧૦,૦૦૦ થી વધુ કિંમતના સ્માર્ટફોનનું ઉત્પાદન ધીમે ધીમે બંધ કરવું જોઈએ અને તેના બદલે ૫જી સ્માર્ટફોન લોન્ચ કરવા જોઈએ. જેના કારણે યુઝર્સ માટે ૪જી થી ૫જી  સ્માર્ટફોનમાં શિફ્ટ થવું સરળ બનશે.મિડ-રેન્જમાં ગ્રાહકોને ૫જી કનેક્ટિવિટીવાળા સ્માર્ટફોન ઓફર કરવામાં આવશે. જ્યાં અત્યાર સુધી કંપનીઓ ૫જી સપોર્ટમાં કાપ મૂકીને ૪જી એફોર્ડેબલ સ્માર્ટફોન ઓફર કરતી હતી. આવી સ્થિતિમાં સ્માર્ટફોનની કિંમતમાં વધારો થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે સ્માર્ટફોન કંપનીઓએ પહેલાથી જ જાહેરાત કરી છે કે તેમની તરફથી ૧૨,૦૦૦ રૂપિયાથી વધુ કિંમતના તમામ સ્માર્ટફોનમાં ૫જી કનેક્ટિવિટી આપવામાં આવશે.બજેટ સ્માર્ટફોન કેટેગરીમાં કંપનીઓ માટે થોડી મુશ્કેલી આવી શકે છે, કારણ કે તેમને ૪જી થી ૫જી  પર જવા માટે વધુ રોકાણ અને હાર્ડવેર સપોર્ટની જરૂર પડશે. આ જ કેટલીક સ્માર્ટફોન કંપનીઓ ૧૦,૦૦૦ રૂપિયાથી વધુની કિંમતના માર્કેટમાં ૪જી સ્માર્ટફોનના માર્કેટમાં સારો બિઝનેસ કરી રહી છે. આવી કંપનીઓ માટે પણ થોડી મુશ્કેલી આવી શકે છે.

Share This Article