નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાન પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આશરે ૭૦ ટકા સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. સેંકડો ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ચુક્યા છે. બાકી ત્રણ તબક્કામાં હવે મતદાન થનાર છે. જે મતદાન ભારતીય જનતા પાર્ટી માટે ઉપયોગી છે. બાજપે આ ત્રણ તબક્કામાં રહે કુલ ૧૬૯ સીટ પૈકી વર્ષ ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે ૧૧૬ સીટ જીતી લીધી હતી. એમ માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી માટે અસલી પરીક્ષા તો હવે શરૂ થવા જઇ રહી છે. બાકી રહેલા ત્રણ તબક્કામાં તેની કસૌટી થનાર છે.
વર્ષ ૨૦૧૪માં આ તબક્કામાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર સપાટો બોલાવ્યો હતો. રાજસ્થાનમાં લોકસભાની તમામ અને મધ્યપ્રદેશની સીટો પર જોરદાર દેખાવ કર્યો હતો. ગયા વર્ષે આ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ હારનો સામનો કર્યો છે. જેથી પાર્ટી માટે વર્ષ ૨૦૧૪ જેવા દેખાવની ગણતરી કરવાની બાબત યોગ્ય દેખાઇ રહી નથી. સોમવારના દિવસે બંને રાજ્યોની ૧૯ સીટ પર મતદાન પૂર્ણ કરવામાં આવ્યુ છે.
જેમાં મધ્યપ્રદેશની છ અને રાજસ્થાનની ૧૩ સીટો હતી. ચોથા તબક્કામાં નવ રાજ્યોની ૭૨ સીટ પર મતદાન પૂર્ણ કરવામાં આવ્યુ હતુ. આની સાથે જ ૯૬૧ ઉમેદવારોના ભાવિ ઇવીમમાં સીવ થઇ ગયા હતા. પાંચમાં તબક્કામાં હવે બિહારની પાંચ સીટો અને ઝારખંડની ચાર સીટ પર મતદાન થનાર છે. રાજસ્થાનમાં ૧૨ સીટો પર મતદાન થનાર છ. ઉત્તરપ્રદેશમાં ૧૪ સીટો પર મતદાન થનાર છે. આવી જ રીતે બંગાળમાં આઠ સીટો પર મતદાન યોજાનાર છે. છટ્ઠા તબક્કામાં બિહારમાં આઠ, હરિયાણામાં દસ બેઠકો પર મતદાન યોજાનાર છે. યુપીમાં ૧૪ સીટ પર મતદાન થશે.