વ્હોટસએપ અસ્તિત્વમાં આવ્યા બાદ માનવીની લાઇફ ઘણી આસાન થઇ ગઇ છે. ચા પીવાની આદતની જેમ જ વ્હોટસએપ એક આદત બની ગયું છે. ઘણી વાર એવું થાય છે કે ઉતાવળમાં કોઇ જરૂરી મેસેજ કે ફાઇલ ડિલીટ થઇ જાય છે, અને વ્હોટસએપ કોઇ કમપ્યૂટર પણ નથી કે તેને રિસ્ટોર કરી શકાય, જો તમારા મોબાઇલમાં ડેટા બેક-અપનો ઓપ્શન છે તો પણ તે એક મહિના સુધીનો જ બેક-અપ આપે છે, પરંતુ તમારો ખુબ મહત્વનો ડેટા જે 2 મહિના પહેલા ડિલીટ થઇ ગયો છે તો તેને કેવી રીતે પાછો મેળવશો.. ?
વ્હોટસએપ ઘણા નવા ફિચર્સ લાવ્યા છે કે જેનાથી તમે 2 મહિના પહેલા ડિલીટ કરેલો ડેટા પણ પાછો મેળવી શકશો. પહેલા વ્હોટસએપ પર ફાઇલ ડિલીટ કરવાથી તેના સર્વર પરથી પણ ડિલીટ થઇ જતી હતી, પરંતુ નવા ફિચરમાં વ્હોટસએપ પર ફાઇલ ડિલીટ કરી હશે તો પણ તમે તેને રિસ્ટોર કરી શકશો કારણકે તે ફાઇલ વ્હોટસએપના સર્વર પરથી ડિલીટ નહી થઇ હોય.
જ્યારે વ્હોટસએપ પર આ પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે થોડા પ્રયત્ન બાદ ફાઇલ રિસ્ટર થઇ શકી હતી. ફાઇલ્સને સ્ટોર કરવામાં આવે છે છતા તમારો ડેટા એકદમ સુરક્ષિત રહેશે. મિડીયા ફાઇલ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે.