અખિલેશ હેઠળ માયાવતી કામ કરશે ? યોગીનો પ્રશ્ન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

લખનૌ : ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એક અંગ્રણી અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યુ છે કે સપા અને બહુજન સમાજવાદી પાર્ટી ગઠબંધન વિરોધાભાસ સાથે છે. જેથી આ ગઠબંધન લાંબા સમય સુધી ચાલી શકે તેમ નથી. આદિત્યનાથે વાતચીત દરમિયાન તેમની ભાવિ યોજનાના સંબંધમાં વાત કરી હતી.

વર્ષ ૨૦૧૯માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપ માટે ૭૫થી વધારે સીટ જીતવા માટેની રૂપરેખા રજૂ કરી હતી. સમાજવાદી પાર્ટી અને બસપ વચ્ચે ગઠબંધન ચાલી શકશે કે કેમ તે અંગે પુછવામાં આવતા યોગીએ કહ્યુ હતુ કે આ ગઠબંધન તેમના સ્વાર્થી હિતો પર આધારિત છે. જેથી કોઇ કિંમતો તે આગળ વધી શકે તેમ નથી. ય તે માથાવગરના ગઠબંધન છે.

પેટાચૂંટણીમાં પણ આની ટિકા થઇ હતી પરંતુ સફળતા મળી હતી તે અંગે પુછવામાં આવતા યોગીએ કહ્યુ હતુ કે તેઓ ગઠબંધન અંગે જે વાત કરી રહ્યા હતા તેના પર હજુ મક્કમ છે. પેટાચૂંટણીમાં ચાર સીટ ભાજપે ગુમાવી દીધી છે. માયાવતી અખિલેશ યાદવના નેતૃત્વમાં અથવા તો અખિલેશ યાદવ માયાવતીના નેતૃત્વમાં કામ કરશે કે કેમ તે પ્રશ્ન તમામ લોકો કરી રહ્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ બંને કામ કરશે કે કેમ તે પ્રશ્ન પણ છે. બિહાર જેવા મહાગઠબંધની તૈયારી કરાશે તો શુ તે અંગે પુછવામાં આવતા યોગીએ કહ્યુ હતુ કે બિહાર અને યુપીમાં જુદી જુદી સ્થિતી છે. ભાજપ અને મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે. ૨૦૧૩ અને ૨૦૧૭માં આ સ્થિતી જોવા મળી હતી.

Share This Article